ગાંધીનગરગુજરાત

અમદાવાદ ‘હોટસ્પોટ’ : ૮ના ઉમેરા સાથે ગુજરાતમાં કુલ ૮૨ કેસ અમદાવાદમાં એક જ દિ’માં કોરોનાના ૮ દર્દીઓ (કુલ ૩૧) વધી જતાં રાજય – કેન્દ્રની સરકાર ચોંકી.

ગાંધીનગર:

આજે સચિવાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રી જયંતિ રવિએ કોરોના વાયરસ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, આજ સુધી કુલ ૮૨ કેસો આવ્યા છે. ૮ કેસો વધ્યા છે. અમદાવાદમાં એક જ દિ’માં કોરોનાના ૮ના વધારા સાથે ૩૧ દર્દીઓ થઇ ગયા છે. રાજ્ય સરકારે અગાઉ અમદાવાદને કોરોનાની બાબતમાં હોટસ્પોટ જાહેર કરેલ. હવે કેન્દ્ર સરકારે પણ હોટસ્પોટ જાહેર કરેલ છે. સતત તપાસણીનો કાર્યક્રમ ચાલુ છે. આ તપાસણીમાં ૧૯,૨૦૬ વ્યકિતની ચકાસણી કરવામાં આવી છે. કોરોના વાયરસમાં લોકડાઉનના ભંગ બદલ ૨૩૬ લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવેલ છે. ઉપરાંત ૧૫૮૬ ટેસ્ટ કરવામાં આવેલ છે. જેમાં ૧૫૦૧ કેસોમાં નેગેટીવ રીપોર્ટ આવેલ છે. વિદેશ પ્રવાસવાળા – ૩૩, આંતર રાજ્યવાળા ૮ કેસો છે. કુલ ૬ મૃત્યુ થયા છે. રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન ૧૦૪ નંબર ઉપર ઘણા કોલ આવ્યા છે. આ તમામ કોલને સાંભળી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. શ્રી જયંતી રવિએ જણાવ્યું હતું કે, વેન્ટીલેટરનું સંચાલન કરવા ૯૦૦૦ લોકોનું ગ્રુપ તૈયાર કરી ગુજરાત ચેમ્બર્સ સાથે રહી યોગ્ય તાલીમ આપવામાં આવી રહી છે. રાજકોટ ઇન્ટરશીપ સેન્ટર સાથે રહી તાલીમ આપવામાં આવી રહી છે. ભારત સરકાર તરફથી ૧૦૦૦ વેન્ટીલેટર મળી રહ્યા છે. આ વેન્ટીલેટર ચલાવવા માટે યોગ્ય તાલીમ પામેલા લોકોની સેવા લેવામાં આવે છે. આ ઉપરાંત ૨૬૬ લોકો આંતર રાજ્ય મુસાફરી વાળા માલુમ પડયા છે. તેમની ચકાસણી કરવામાં આવી. જેમાં ત્રણ કેસોમાં તથ્ય જણાઇ આવ્યું છે. જયંતી રવીએ જણાવ્યું કે, કોરોના વાયરસના ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૭૪ પોઝીટીવ કેસ નોંધાયા છે. સુરતના ૨૮ વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો, લોકલ ટ્રાન્સમિશનનો કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૧૫૨૦ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪૩૬ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે ૭૪ કેસ પોઝીટીવ આવ્યા છે. જોકે ૧૦ કેસ હજુ પેન્ટીંગ છે. રાજ્યમાં કોરોનાના કારણે કુલ ૬ લોકોના મોત થયા છે. જ્યારે ૬૦ લોકોની તબિયત હાલ સ્થિર છે. જ્યારે ૭ લોકો સાજા થયા છે. અમદાવાદમાં ૩૧, ગાંધીનગરમાં ૧૧ કેસ નોંધાયા, સુરતમાં ૧૦, વડોદરામાં ૯ કેસ નોંધાયા. રાજકોટ ૧૦, ગીર સોમનાથમાં ૨ કેસ નોંધાયા અને પોરબંદરમાં ૧, મહેસાણામાં ૧, કચ્છમાં ૧ કેસ નોંધાયા છે. કોરોનાના કારણે અમદાવાદને કેન્દ્ર સરકારે હોસ્પિટલ જાહેર કર્યું છે. ગુજરાત સરકારે ચાર શહેરને હોટસ્પોટ જાહેર કર્યા. સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરને રાજ્ય સરકારે હોટસ્પોટ જાહેર કર્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x