અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધઃ પો.કમિશનર
અમદાવાદ :
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં વધી રહ્યા છે. હાલ અમદાવાદમાં કુલ 45 કેસ કોરોનાના નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી 5ના મોત અને 5 સાજા થઇ ચૂક્યા છે. જેથી અમદાવાદને હોટ સ્પોટ જાહેર કરાયું છે. તો શહેરના 5 જેટલા વિસ્તારોને ક્વોરેન્ટાઇન પણ કરી દેવાયા છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે લૉકડાઉન અને ક્વોરેન્ટાઇનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. તેમ છતા પણ કોરોનાના કેસ વધતા અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, અમદાવાદ શહેરમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર કરી શકાશે. શહેરમાં આજ મધ્યરાત્રિ 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તમામ પ્રકારના ખાનગી વાહનની અવર-જવર પર પ્રતિબંધ રહેશે.