CA/CS માં અભ્યાસ ઇચ્છુક વિદ્યાર્થીઓની ફી મા 50% સહાય. જાણો કોણે કરી જાહેરાત.
ગાંધીનગર :
માહી કોમર્સ ઝોનના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 પછી જેને CA/CS નો અભ્યાસ કરવો છે તેના માટે કોરોના વાઇરસને લીધે હાલ બધાજ તેમના પેરેન્ટસના ઉદ્યોગ-ધંધા તથા નોકરી બંધ હોવાથી મોટુ આર્થિક નુકશાન સહન કરવું પડે તેવી સ્થિતિ દેખાય રહી છે તો આવા સંજોગોમાં કાયમ વિદ્યાર્થીઓ તથા વાલીઓના પડખે ઉભા રહી માહી કોમર્સ ઝોન દ્વારા તેમની ફીસમાં 50% સુધીની ફી માહી કોમર્સ ઝોન દ્વારા સહકાર આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.ઊપરાંત CA/CSનુ રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ હોવાથી જે લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય રજીસ્ટ્રેશના રૂપીયા નથી તો તેની એ રજીસ્ટ્રેશન ફી પણ માહી કોમર્સ ઝોન દ્વારા ભરવામાં આવશે એવુ દશરથ સર દ્વારા જણાવવામાં આવ્યું. વધુમાં કોમર્સ ક્ષેત્રે CA/CSનુ ભવિષ્ય ઉજ્જવળ હોવાથી કોમર્સ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તો દર વર્ષે માહી કોમર્સ ઝોનના વિદ્યાર્થીઓ માટે CA/CSમાં પ્રવેશ મેળવનારને આ લાભ આપવામાં આવશે. ધોરણ 11 તથા B.com માં પ્રવેશ મેળવનારને ખાસ સ્કોલરશીપ આપવામાં આવશે. આ વખતે CA /CS માટે અંદાજીત ખર્ચ રૂપિયા 7,50,000 જેટલો સહકાર આપશે.