રાજ્યમાં કોરોનાના કેસ કુલ આંકડો 146 પર પહોંચ્યો, વડોદરામાં 1 દર્દીનું મોતઃ જયંતિ રવિ
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદને હોટ સ્પોટ જાહેર કરાયું છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોને માસ ક્વોરેન્ટાઇન પણ કરાયા છે. 6 એપ્રિલ સુધીમાં અમદાવાદમાં કુલ 64 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્યમાં સોમવાર સાંજ સુધીમાં કુલ 146 કેસ નોંધાયા છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે ત્યારે 2 દિવસમાં 39 કોરોનાના કેસ નોંધાઇ ચૂક્યા છે. આ અંગે સોમવારે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, સુરતમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ આવતા રાજ્યમાં કુલ આંકડો 146 પર પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં એકનું મોત થતાં કુલ મૃતાંક 12 પર પહોંચ્યો છે. 2 દિવસમાં કુલ 39 કેસ સામે આવ્યા છે. 22 કોરોનાના દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ચૂક્યા છે.
જાણો ક્યાં કેટલાક કોરોનાના પોઝિટિવ કેસ…
જીલ્લાનું નામ પોઝિટિવ કેસ
અમદાવાદ 64
ભાવનગર 13
ગાંધીનગર 13
છોટા ઉદેપુર 1
ગીર સોમનાથ 2
પાટણ 2
મોરબી 1
જામનગર 1
કચ્છ 2
પંચમહાલ 1
મહેસાણા 2
પોરબંદર 3
રાજકોટ 10
સુરત 19
વડોદરા 12
કુલ 146