શું 14 તારીખ પછી લોકડાઉન ખુલશે ? PM મોદીએ કેબિનેટમાં આપ્યા સંકેત
ન્યુ દિલ્હી :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યુ કે, એવા વિસ્તાર જે હોટસ્પોટ નથી, તેને ધીમે-ધીમે ખોલવાની યોજના બનાવવી જોઈએ. મંત્રીપરિષદને સંબોધિત કરતા PM મોદીએ સંકેત આપ્યા છે કે, લોકડાઉન ખોલવા માટે એક ક્રમિક શરૂઆત કરવામાં આવશે. વડાપ્રધાન કાર્યલય (PMO) દ્વારા આપેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, PM મોદીએ જણાવ્યુ છે કે જ્યાં હોટસ્પોટ નથી, ત્યાં ધીમે-ધીમે વિભાગોને ખોલવા માટે એક યોજના બનાવવામાં આવે. તેમણે આગળ જણાવ્યુ કે, આ સંકટ ચિકિત્સા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો અવસર પ્રદાન કરે છે.
વડાપ્રધાન દ્વારા જાહેર ત્રણ અઠવાડિયાનો લોકડાઉન 14 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે. અર્થવ્યવસ્થા પર કોવિડ-19ના પ્રભાવ વિશે વડાપ્રધાને જણાવ્યુ કે, સરકારને આ પ્રભાવને ઓછું કરવા માટે યુદ્ધ સ્તરે કામ કરવુ પડશે અને તેના માટે મંત્રાલયને વ્યાપારને પહેલાની જેમ ચાલુ રાખવા માટે યોજના તૈયાર કરવી જોઈએ. વડાપ્રધાને જણાવ્યુ કે, લોકડાઉન સમાપ્ત થયા પછી ઉભી થનારી પરિસ્થિતિઓ માટે રણનીતિ બનાવવી જરૂરી છે.
પોસ્ટ-લોકડાઉન સમયસિમા માટે તૈયારીનો સંકેત આપતા તેમણે મંત્રીઓને જણાવ્યુ કે, લોકડાઉન સમાપ્ત થયા પછી દસ મુખ્ય નિર્ણયો અને ફોકસના દસ પ્રાથમિકતા વાળા વિસ્તારોની યાદી તૈયાર કરે. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં સંકેત આપ્યા છે કે, હવેથી ભારતને વધુમાં વધુ સ્વદેશી ક્ષમતાનો નિર્માણ કરવું પડશે. સામે આવી રહેલા પડકારોના કારણે દેશને અન્ય દેશો પર નિર્ભરતાને ઓછી કરવાની જરૂર છે. તેમણે બધા વિભાગોને જણાવ્યુ કે, તેમનું કામ ‘મેક ઇન ઇન્ડિયા’ને કેવી રીતે પ્રોત્સાહ આપવું, તે વિશે વિચારે.
તેમણે જણાવ્યુ કે, પીડીએસ કેન્દ્રો પર ટોળો ના થાય, પ્રભાવી નજર બની રહે, ફરિયાદો પર કાર્યવાહી અને કાળાબજારીને રોકી શકાય અને જરૂરી વસ્તુઓની કિંમતોમાં વૃદ્ધિ થઈ શકે એ પણ સુનિશ્ચિત કરવુ જરૂરી છે. વડાપ્રધાને જણાવ્યુ કે, સરકાર ખેડૂતોની દરેક સંભવ સહાયતા કરવામાં આવશે. તેમણે આદિવાસી ઉત્પાદનોની ખરીદ સુનિશ્ચિત કરવા માટે એક રણનીતિ તૈયાર કરવાની આવશ્યતા પણ જણાવી, જેથી આદિવાસી લોકોની આવકનો સ્ત્રોત ચાલુ રહે.