રાજ્યમાં કોરોનાનો કહેર : નોંધાયા વધુ 19 કેસ,રાજ્યમાં કુલ 165
ગાંધીનગર :
રાજ્યમાં કોરોના વાયરસના કેસની વિગતો આપતાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે રાજ્યમાં ગઈકાલથી અત્યાર સુધીમાં 19 નવા કેસ નોંધાયા છે. તેમાં 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સિવાય પાટણમાં 3 કેસ નોંધાયા છે જે લોકલ ટ્રાંશમીશનના છે. આ સાથે જ આણંદમાં પણ પહેલો કેસ નોંધાયો છે જે એક 54 વર્ષના પુરુષ છે. આ ઉપરાંત ભાવનગર અને સાબરકાંઠામાં પણ એક-એક કેસ નોંધાયા છે.
હાલ જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાંથી 4 દર્દી વેન્ટીલેટર પર છે બાકી બધા દર્દી સ્ટેબલ છે. ગઈકાલે રાજકોટના વધુ એક દર્દી પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ કોરોનામુક્ત થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 23 દર્દી રોગમુક્ત થઈ હોસ્પિટલમાંથી રજા લઈ ચુક્યા છે જ્યારે 12 લોકોનું અવસાન થયું છે. ગત 24 કલાકમાં જે ટેસ્ટ થયા હતા તેની સંખ્યા રાજ્યની 298 હતી જેમાંથી 237 નેગેટિવ આવ્યા છે, 21 પોઝિટિવ છે અને હવે 40 રિપોર્ટનું રિઝલ્ટ પેન્ડીંગ છે.
આ સાથે જ આરોગ્ય અગ્ર સચિવએ જણાવ્યું હતું કે રાજ્યના 4 શહેરોમાં જે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે ત્યાં કડક લોકડાઉન કરવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યા છે. આવા 15 વિસ્તારોને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ ક્લસ્ટરમાં અમદાવાદના 8 વિસ્તાર છે જેમાં ટીમ કામ કરી રહી છે. આ વિસ્તારોમાં જે લોકોના ટેસ્ટ થયા છે અને હાલ તે નેગેટિવ આવ્યા છે તેમને પણ કોરોન્ટાઈન કરાશે અને થોડા થોડા દિવસે ફરી ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત હવે આ વિસ્તારોમાં જે કામ થશે તેમાં પોલીસના અધિકારી, મહાપાલિકાના અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમ સાથે મળી સઘન ચેકિંગ કરી રહી છે.
અમદાવાદમાં – 77
સુરતમાં – 17
ગાંધીનગરમાં – 13
ભાવનગરમાં – 14
વડોદરામાં – 12
રાજકોટમાં – 10
પોરબંદરમાં – 3
ગીર સોમનાથમાં – 2
કચ્છમાં – 2
સાબરકાંઠા -1
આણંદ – 1
પંચમહાલ – 1
મહેસાણા- 2
પાટણ- 5
છોટાઉદેપુર – 1
જામનગરમાં – 1
મોરબી- 1