ગુજરાત

અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા લોક ડાઉનનો ભંગ કરતા ઇસમો સામે શું કરી કડક કાર્યવાહી જાણો…

અમરેલી :

વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં nCOVID –19 ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં ‘‘લોક ડાઉન’’ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા અમરેલી જિલ્‍લાના મહત્‍વના એન્‍ટ્રી / એક્ઝીટ પોઇન્‍ટ પર ૩૯ (ઓગણ ચાલીસ) ચેકપોસ્‍ટ શરૂ કરી, નાકાબંધી કરી, ‘‘લોક ડાઉન’’ નો ચુસ્‍ત પણે અમલ કરાવવા અમરેલી જિલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

ગઇ કાલ તા.૦૭/૦૪/૨૦૨૦ ના રોજ લોક ડાઉનનો ભંગ કરતાં કુલ ૧૬૦ ઇસમો વિરૂધ્‍ધ ૧૨૬ ગુન્‍હાઓ દાખલ કરી વાહનો કબ્જે કરવામાં આવેલ છે તથા ૧૨૯ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.

કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઇ વાહનો લઇને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટા-ફેરા મારતા ૧૦૪ ઇસમો સામે મરીન પીપાવાવ, સાવરકુંડલા ટાઉન, લાઠી, વંડા, જાફરાબાદ, જાફરાબાદ મરીન, વડીયા, ખાંભા, ધારી, બગસરા, બાબરા, અમરેલી સીટી, અમરેલી તાલુકા, લીલીયા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૯૭ ગુન્‍હાઓ રજી. કરાવવા માં આવેલ છે.

બિનજરૂરી કામ વગર જાહેરમાં તથા ધાર્મિક સ્‍થળોએ ભેગા થઇ ટોળા વળી જાહેરનામાનો ભંગ કરતાં ૪૦ ઇસમો સામે દામનગર, સાવરકુંડલા ટાઉન, લાઠી તથા અમરેલી સીટી પો.સ્‍ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૧૩ ગુન્‍હા રજી. થયેલ છે.

માસ્‍ક પહેર્યા વગર તથા સેનીટાઇઝર સાથે નહીં રાખી મુસાફરી કરતાં મળી આવી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતાં ૪ ઇસમો વિરૂધ્‍ધ દામનગર, લાઠી તથા વંડા પો.સ્‍ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૪ ગુન્‍હાઓ રજી. કરવામાં આવેલ છે.

આ ઉપરાંત જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફથી બહાર પાડવામાં આવેલ જાહેર આરોગ્ય અંગેના જાહેરનામાનો ભંગ કરતા ૪ ઇસમો વિરૂધ્‍ધ નાગેશ્રી પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૪ ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

દુકાનો ખુલ્‍લી રાખી, ટોળા ભેગા કરી, દુકાનમાં સેનીટાઇઝર કે માસ્કની વ્યવસ્થા નહીં રાખી જાહેરનામાનો ભંગ કરતા ર ઇસમો વિરૂધ્‍ધ દામનગર તથા અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ર ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

અનઅધિકૃત રીતે અસરગ્રસ્‍ત વિસ્‍તારમાંથી અમરેલી જિલ્‍લામાં પ્રવેશ કરતાં ૬ ઇસમો વિરૂધ્‍ધ સાવરકુંડલા રૂરલ તથા ડુંગર પોલીસ સ્‍ટેશનમાં ૬ ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્‍ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્‍લા પોલીસ કટિબધ્‍ધ અને સતત કાર્યશીલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x