ગુજરાતરાષ્ટ્રીય

લૉકડાઉન હટાવી દેવું શક્ય નથી, રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી કરશે વિચાર-વિમર્શ.

નવી દિલ્હી :
દેશમાં કોરોનાના સંક્રમણ (Corona Infection) ને અટકાવવા માટે 21 દિવસના લૉકડાઉન (21 Days Lockdown) ની જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉન આગામી 14 મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. આ સંદર્ભે ચર્ચા માટે પીએમ મોદી (PM Modi) એ દિલ્હી ખાતે ઓલ પાર્ટી મીટ (All Party Meet) નું આયોજન કર્યું હતું. આ બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “આ મામલે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓનો મત જાણશે, પરંતુ આ તબક્કે લૉકડાઉન હટાવી દેવું શક્ય નથી.”

પીએમ મોદીએ આજે જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો ફેલાવો જે રીતે વધી રહ્યો છે ત્યારે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીએ તો 13મી એપ્રિલના રોજ લૉકડાઉન હટાવી દેવું શક્ય નથી. તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ મામલે વિચાર-વિમર્શ કરશે, પરંતુ લૉકડાઉન બહુ ઝડપથી જ ખતમ થઈ જશે તેવું શક્ય નથી લાગી રહ્યું.

વીડિયો કોન્ફરન્સ દરમિયાન તમામ નેતાઓ સાથે વાતચીત કરતા પી.એમ. મોદીએ જણાવ્યું હતું કે, “આપણી સામે અનેક સામાજિક અને વ્યક્તિગત પડકારો રહેલા છે.”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x