પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ જેમાં રોકાણ કરનારને દર મહિને મળશે 5100 રૂપિયા.
ગાંધીનગર :
જો તમે કોઈ રેગ્યુલર ઈન્કમના ઓપ્શનને શોધી રહ્યા હોય તો તમને પોસ્ટ ઓફિસની ગેરન્ટી રિટર્ન દેનારી સ્કીમ મદદ કરી શકે છે. જેમાં પતિ અને પત્ની મળીને પૈસા લગાવે તો આ સ્કીમ ડબલ ફાયદો અપાવી શકે છે. સરકારે નાની બચત યોજનાઓ વ્યાજ દરોમાં 1.40 ટકાની કટોતી કરી છે. આ યોજનાઓમાં પોસ્ટ ઓફિસમાં મહિનાની સેવિંગ સ્કીમનો પણ સમાવેશ થાય છે. આ યોજનાઓ હેઠળ 7.6 ટકા ના વ્યાજદરના હિસાબે વ્યાજ આપવામાં આવે છે. પણ તેને ઘટાડીને 6.6 કરી દેવામાં આવ્યું છે.
61,200 રૂપિયાની વાર્ષિક કમાણી
વાસ્તવમાં પોસ્ટ ઓફિસમાં મહિનાની ઈન્કમ સ્કીમ (MIS) તમને દરેક મહિને કમાણી કરવાની તક આપે છે. જેમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલવાની પણ સુવિધા છે. જેના કારણે તમને બેવડો લાભ થઈ શકે છે. પોસ્ટ ઓફિસની મંથલી ઈન્કમ સ્કીમ હેઠળ વર્તમાન સમયે 6.6 ટકાના દરે વ્યાજ મળે છે. સ્કીમ હેઠળ તમારી કુલ જમા રકમ પર વાર્ષિક વ્યાજના હિસાબથી રિટર્નની ગણતરી થાય છે. કુલ રિટર્ન વાર્ષિક આધાર પર થાય છે. જેથી તેને મહિનાના હિસાબે 12 વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે.
શું છે રોકાણનું ગણિત ?
ધારો કે કોઈ પતિ-પત્નીને આ સ્કીમ હેઠળ સંયુક્ત ખાતામાં 9 લાખ રૂપિયાનું રોકાણ કરવું છે. 9 લાખની જમા પર 6.6 ટકા વ્યાજદરના હિસાબથી વાર્ષિક 61,200 રૂપિયા મળશે. એટલે કે દર મહિને 5100 રૂપિયા તમારા ખાતામાં આવશે. તો બીજી તરફ તમારી મૂળરાશિ પણ સુરક્ષિત રહેશે. તમે ઈચ્છો તો સ્કીમ 5 વર્ષ બાદ 5-5 વર્ષ માટે વધારી દેવામાં આવશે.
MIS સ્કીમ છે શું ?
મહિનાની ઈનકમ સ્કીમ પોસ્ટ ઓફિસની એવી યોજના છે જે કોઈ ઈન્ડિવિઝ્યુઅલ અથવા જોઈન્ટ એકાઊન્ટ હેઠળ મહિનાની કમાણી કરવાની તક આપે છે. કોઈ પણ ભારતનો નાગરિક 1000 રૂપિયાના શરૂઆતી રોકાણ પર પોસ્ટઓફિસમાં ખાતુ ખોલાવી શકે છે. જો કોઈ વ્યક્તિ સિંગલ એકાઊન્ટ ખોલે છે, તો 4.5 લાખ રોકાણ કરવું પડશે. જોઈન્ટ એકાઊન્ટ હેઠળ વધારેમાં વધારે 9 લાખનું રોકાણ કરી શકશો.
કેવી રીતે ખુલશે ખાતુ ?
તમે તમારી સુવિધાના આધારે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવી શકો છો. આ માટે તમને આધારકાર્ડ, વોટર કાર્ડ, પાનકાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સમાંથી કોઈ પણ એકની ફોટોકોપી જમા કરવાની રહેશે. આ સિવાય એડ્રેસ પ્રૂફ પણ જમા કરવાનું રહેશે. જેમાં તમારૂં ઓળખપત્ર પણ હશે. 2 પાસપોર્ટ સાઈઝના ફોટા પણ આપવાના રહેશે.