આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કેન્દ્રે રાજ્ય સરકારો માટે ખુલ્લી મુકી તિજોરી, આ ત્રણ તબક્કામાં કરશે મદદ

નવી દિલ્હી :
કેન્દ્ર સરકારે (Coronavirus Covid-19) કોરોના સામે લડવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય આરોગ્ય સિસ્ટમને મજબૂત કરવાના હેતુ માટે ઈન્ડિયા કોવિડ 19 ઈમરજન્સી રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ માટે પૂરતા ભંડોળ આપવા બાબતે મંજૂરી આપી દીધી છે. આ માટે, કેન્દ્ર સરકારે ઈન્ડિયા કોવિડ 19 ઇમર્જન્સી રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ પર ખર્ચ કરવાની આખી રકમ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવશે

કોરોના સંકટ સામે લડવા કેન્દ્ર રાજ્ય સરકારોને ત્રણ તબક્કામાં કરશે મદદ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનોમાં સુધારો લાવવા કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ પેકેજ આપ્યું છે. આ પેકેજ ‘ઈન્ડિયા કોવિડ 19 ઇમર્જન્સી રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ પ્રેપરેડનેસ ને લઈને હશે. આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2020 થી માર્ચ 2024 સુધી ત્રણ તબક્કામાં વહેંચાયેલું છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર રાજ્યોને નાણાં આપશે.

પ્રથમ તબક્કો 1: જાન્યુઆરી 2020 થી જૂન 2020
બીજો તબક્કો 2: જુલાઈ 2020 થી માર્ચ 2021
ત્રીજો તબક્કો 3: એપ્રિલ 2021 થી માર્ચ 2024 એમ ત્રણ હપતામાં નાણાં ફાળવશે.
કેન્દ્ર સરકારે પહેલા તબક્કામાં મોકલવામાં આવેલા નાણાંનો ઉપયોગ કોવિડ હોસ્પિટલ, આઇસોલેશન વોર્ડ, આઈસીયુ, વેન્ટિલેટર, ઓક્સિજન સપ્લાય, લેબ, પીપીઇ, માસ્ક, આરોગ્ય કાર્યકરની નિમણૂક જેવી બાબતો ઉપર ખર્ચ કરવાનો રહેશે.

પ્રોજેક્ટની કામગીરી સાથે હેલ્થ સિસ્ટમ થશે મજબૂત
રાષ્ટ્રીય આરોગ્ય મિશનના ડિરેક્ટર વંદના ગુરુનાનીએ એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે, જાન્યુઆરી 2020 થી માર્ચ 2024 સુધીમાં 100 ટકા કેન્દ્રીય પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ અંતર્ગત કોરોના વાયરસ સંક્રમિત લોકોમાં રોકથામ અને રાષ્ટ્રીય અને રાજ્ય સત્રોમાં હેલ્થ સિસ્ટમને મજબૂત કરવામાં આવશે. આ સાથે તેમાં મેડિકલ સાધન સામગ્રી , દવાઓની ખરીદી, લેબ બનાવવી, બાયો સિક્યોરિટી તૈયારીઓ વગેરેમહત્ત્વની ગતિવિધિઓને મજબૂત કરવાની બાબતને પ્રાધાન્ય અપાશે. આ પરિપત્રો દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને અને આરોગ્ય સચિવોને, મોકલવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે તાત્કાલિક નાણાં જાહેર કરવામાં આવી રહ્યા છે.

સ્વાસ્થ્ય સેવા પર વધારે ભાર
જેમાં પ્રથમ તબક્કા હેઠળ અમલમાં મૂકાયેલી મુખ્ય પ્રવૃત્તિઓમાં કોવિડ -૧9 માટે હોસ્પિટલ વધારવી, અને અન્ય હોસ્પિટલોનો વિકાસ કરવો. તેમજ આઇસોલેશન રૂમ, વેન્ટિલેટરવાળા આઈ.સી.યુ., હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો, હોસ્પિટલોમાં લેબ્સ નક્કી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં લેબ અને એમ્બ્યુલન્સમાં પણ વધારો કરવામાં આવશે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સેન્ટ્રલ પેકેજ રાજ્યમાં સલામતી ઉપકરણો (પીપીઈ), એન 95 માસ્ક અને વેન્ટિલેટર ખરીદવામાં મદદ કરશે. જે ભારત સરકાર દ્વારા ખરીદી અને સપ્લાય કરવામાં આવી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x