ગુજરાત

બ્રેકીંગ ન્યુઝ : વડોદરામાં કોરોના બૉમ્બ ફૂટ્યો, જાણો કેટલા નવા કેસ આવ્યા સામે

વડોદરા :

વડોદરામા જિલ્લા કલેકટરશ્રી ના જણાવ્યા પ્રમાણે ગત રાત્રી થી વધુ 300 લોકોના માસ સેમ્પલ લેવામા આવ્યા હતા જેના સેમ્પલ ચકાસણી હેઠળ હતા એ પૈકી 17 નવા કોરોના પોઝિટિવ કેસો જણાયા છે. આજે સવારે આવેલા 4 પોઝિટિવ કેસો સાથે આજના દિવસના પોઝિટિવ કેસોની સંખ્યા 21 થઈ છે અને કુલ પોઝિટિવ કેસ વધી ને 22+17 એટલે કે 39 થયા છે. નાગરવાડા અને સૈયદપુરા વિસ્તારમાથી પોઝીટીવ કેસ સામે આવ્યા. નાગરવાડા સૈયદપુરા વિસ્તારમાં સાવચેતીના ભાગ રૂપે માસ સેમ્પલ લેવામાં આવ્યા હતા એ પૈકી આ 17 પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તકેદારીના રૂપમાં ઉપરોક્ત વિસ્તારમાં માસ સેમ્પલ લઇને ચકાસણી કરવામાં આવી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x