કોરોનાના સંકટમાં ગુજરાતમાં PI ની પરીક્ષા GPSC દ્વારા કરાઇ રદ
ગાંધીનગર :
ભારતભરમાં કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઇ દેશમાં હાલ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના મહામારી કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકડાઉનને ધ્યાનમાં લઇને રાજ્યમાં આગામી 26મીએ યોજાનારી પોલીસ ઇન્સપેક્ટરની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી 26 એપ્રિલના રોજ GPSCદ્વારા લેવામાં આવનારી પોલીસ ઇન્સપેકટરની પરીક્ષ રદ કરવાની નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંકટના કારણે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 29 માર્ચે રાજ્યમાં પીઆઇની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો. જો કે કોરના વાયરસને લઇને જાહેર કરાયેલા લોકડાઉનના કારણે 29મી માર્ચે પણ પરીક્ષા રદ્દ કરાઇ હતી.