રાજ્ય સરકારની જાહેરાત: રાશનકાર્ડના છેલ્લાં આંકડા મુજબ અઢી કરોડને અપાશે 10 કિલો ઘઉં-ચોખા-દાળ, જાણો ક્યારથી અપાશે ?
ગાંધીનગર :
ગુજરાત સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનેથી રાશન આપવાની એક અનોખી રીત અપનાવવામાં આવી છે. આ માટે CMO સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદ યોજી હતી અને તારીખો તેમજ રાશનકાર્ડ આધારિત રાશન વહેંચણીની સિસ્ટમ સમજાવી હતી.
રાજ્યના 60 લાખ APL-1 કાર્ડ ધારકોને પુરવઠો આપવાની જાહેરાત કરવામાં આવી છે.
60 લાખ પરિવારોને પુરવઠો આપવાનો કેબિનેટમાં નિર્ણય લેવાયો છે. 13 એપ્રિલથી APL-1 કાર્ડ ધારકોને અનાજ મળશે . સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાકાર્ડમાં કોડ વ્યવસ્થા ઉભી કરાઈ છે. રેશન કાર્ડના છેલ્લા આંકડા પ્રમાણે મળશે પુરવઠાનો જથ્થો. 13થી 18 એપ્રિલ સુધી કાર્ડ ધારકોને મળશે પુરવઠો.
આ તારીખ અને રાશકાર્ડના નંબર વાઈઝ મળશે અનાજ
રાશનકાર્ડનો છેલ્લો આંકડો 1 અને 2 હોય તેમને 13 એપ્રિલે અનાજ મળશે
રાશનકાર્ડનો છેલ્લો આંકડો 3 અને 4 હોય તેમને 14 એપ્રિલે અનાજ મળશે
રાશનકાર્ડનો છેલ્લો આંકડો 5 અને 6 હોય તેમને 15 એપ્રિલે અનાજ મળશે
રાશનકાર્ડનો છેલ્લો આંકડો 7 અને 8 હોય તેમને 16 એપ્રિલે અનાજ મળશે
રાશનકાર્ડનો છેલ્લો આંકડો 9 અને 0 હોય તેમને 17 એપ્રિલે અનાજ મળશે
જે લોકો અનાજ નક્કી કરેલી તારીખે અનાજ લેવા ન જઈ શકે તો તેમણે 18 તારીખે અનાજ મળશે. સુખી સંપન્ન લોકો સ્વેચ્છાએ પોતાનો હક જતો કરે તો જરૂરિયાત મંદ સુધી જથ્થો પહોંચાડી શકાય.
1077 છે હેલ્પ લાઈન નંબર
કર્મચારી ને છૂટા નહીં કરી શકાય. આ માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર. વ્યવસાઈક એકમો કર્મચારીઓને છુટા નહીં કરી શકે.
NFSAમાં ન સમાવાયા હોય એવા પરિવારને પણ મળશે અનાજ
APL 1, APL 2, BPL, અત્યોંદય તમામ રાશન કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળશે.