દેશના વેપારી માટે મહત્વની જાહેરાત: GST રિફંડ લેવું હશે તો હવે આ કોડ ફરજીયાત.
નવી દિલ્હી :
GST કાઉન્સિલ દ્વારા આ નિર્ણય જાહેર કરાયો છે જાહેર થયેલી કેટલીક હકીકત મુજબ કેટલાક વેપારીઓ માચનારી ખરીદ કરીને તેમાં અન્ય માલ બનાવતા હોવા છતાં મશીનરી ખરીદવા માટે ચુકવવામાં આવેલા GST પણ રિફંડ પેટે પરત લેતા હતા એટલું જ નહિ પરંતુ ઓફિસ માટે ખરીદેલા ટીવી ,રેફ્રિજરેટર,અને AC સહિતની ચીજવસ્તુઓ પેટે ચુકવેલો GST પણ રિફંડ પેટે પરત લેતા હોવાનું ધ્યાને આવ્યું હતું કારણકે રિફંડ લેવા માટે અત્યાર સુધી HSN કોડ ફરજીયાત ન હતો.
પરંતુ હવેથી વેપારી રિફંડ લેવાની કાર્યવાહી કરે ત્યારે તેને એનેક્ષર બી માં HSN કોડ લખવો પડશે જેના કારણે ક્યાં માલનું રિફંડ લેવા માટે વેપારીએ અરજી કરી છે તેની ચોક્કસ વિગતો વિભાગ ને મળશે.
આ ઉપરાંત HSN કોડના આધારે રિફંડ ની કાર્યવાહી કરનાર અધિકારીને તાત્કાલિક જ રિફંડ લેનાર વેપારીએ ખોટી રીતે રિફંડ લીધું છે કે કેમ કે યોગ્ય રીતે એ બાબતની જાણકારી મળી રહેશે. આમ હવે નવા નિયમ મુજબ વેપારીએ GST રિફંડ લેવું હશે તો HSN કોડ ફરજીયાત લખવો પડશે.