વડાપ્રધાન મોદીની મુખ્યમંત્રીઓ સાથે લૉકડાઉન સમાપ્ત કરવા અંગે શું થઈ સર્ચા. જાણો….
નવી દિલ્હી :
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) એ શનિવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના અને લૉકડાઉન (Lockdown) મામલે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે પોતાના ચહેરા પર માસ્ક (Mask) પહેરી રાખ્યું હતું. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે દેશમાં કોરોનાના ખતરા બાદ વડાપ્રધાન માસ્ક પહેરીને નજરે પડ્યા હોય. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથે લૉકડાઉન સમાપ્ત કરી દેવું જોઇએ કે નહીં તે અંગે વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓનો અભિપ્રાય માંગ્યો હતો. આ દરમિયાન પંજાબ (Punjab), નવી દિલ્હી (New Delhi) અને મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રીઓને લૉકડાઉનનો સમય વધારવાનું કહેવાયું છે.
મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “હું તમારા તમામ માટે 24 કલાક અને સાતેય દિવસ હાજર છું. કોઈ પણ મુખ્યમંત્રી ગમે ત્યારે ફોન કરીને કોવિડ 19 મામલે સલાહ-સૂચન કરી શકે છે. આપણે આ મુશ્કેલીની ઘડીમાં ખભાથી ખભો મીલાવીને સાથે ઉભા રહેવું જોઇએ.”