ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકારનું આયોજન : લોક ડાઉન હટાવાશે પણ રાજ્યને રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વહેંચી દેવાશે: કેન્દ્રને મોકલ્યો રિપોર્ટ

ગાંધીનગર :

કોરોના વાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી મોદીએ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. ૧૪મી એપ્રિલે ખતમ થઈ રહેલા આ લોકડાઉન બાદ ગુજરાત સરકાર તબક્કાવાર પ્રતિબંધો હટાવશે. સૂત્રો મુજબ, ગુજરાત સરકરારે કેન્દ્રને લોકડાઉનમાં તબક્કાવાર ઢીલ આપવા વિશે એક રિપોર્ટ મોકલ્યો છે. હાઈ–લેવલ કમિટીએ કોવિડ–૧૯ના કેસો અને કવોરન્ટાઈન કરાયેલા લોકોની સંખ્યાને આધારે રાજ્યને ત્રણ– ગ્રીન, યેલો અને રેડ ઝોનમાં વહેંચવાનો પ્રસ્તાવ મૂકયો છે. તેવું ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રસિધ્ધ એક અહેવાલમાં જણાવાયું છે.

આ બાબત સાથે સંકળાયેલા સૂત્રો મુજબ, આ રિપોર્ટ મુજબ, ગ્રીન ઝોનમાં લોકોને બહાર નીકળવાની પરમીશન આપવામાં આવશે. યેલો ઝોનમાં કેટલાક પ્રતિબંધો સાથે બહાર નીકળી શકાશે અને રેડ ઝોનમાં ઘરની બહાર નીકળવાની પરમીશન નહીં હોય. દરેક ફેઝ ૧૦ દિવસના સમયના હશે. આવી રીતે ગુજરાતમાંથી સંપૂર્ણ લોકડાઉન દૂર કરવામાં ૩૦ દિવસનો સમય લાગશે.

સૂત્રો મુજબ, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે ચર્ચા કરીને ૧૪મી એપ્રિલ બાદ લોકડાઉનને કેવી રીતે ખોલી શકાય તે બાબતે મંતવ્યો મગાવ્યા હતા. જેમાં ગુજરાત સરકારે આ ભલામણો મોકલી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે.

રાજ્ય સરકારના ટોચના સૂત્રો મુજબ, કેન્દ્રને સૂચનો મોકલી દેવામાં આવ્યા છે અને તેના પરનો અંતિમ નિર્ણય ૧૪મી એપ્રિલ બાદ લેવામાં આવી શકે છે. રાજ્ય સરકારે તેવા પણ સૂચનો કર્યા છે કે પહેલા ફેઝમાં જરી સુવિધાએ માટે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એકમોને છૂટ આપવામાં આવે. અન્ય કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એકિટવિટી ગાઈડલાઈન્સ મુજબ સુરક્ષા અને સાવધાની સાથે બીજા અને ત્રીજા ફેઝમાં શરૂ થઈ શકે છે. રિપોર્ટમાં તેવો પણ ઉલ્લેખ છે કે સ્કૂલ, કોલેજ અને એયુકેશનલ ઈન્સ્ટીટૂટ લોકડાઉન બાદના બીજા અને ત્રીજા ફેઝમાં શ થઈ શકે છે.

રાજ્ય સરકારે સૂચન કર્યુ છે કે, લોકડાઉન સંપૂર્ણ રીતે ખતમ ન થાય ત્યાં સુધી શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બધં રહેવું જોઈએ. જ્યારે એરલાઈન્સ અને ટ્રેનને ત્રીજા ફેઝમાં પરમીશન આપવી જોઈએ. મોલ્સ અને મલ્ટીપ્લેકસ લોકડાઉન સંપૂર્ણ ખતમ ન થાય ત્યાં સુધી બંધ રાખવા જોઈએ.

ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું કે, આ સૂચનો કોરોના વાયરસની હાલની સ્થિતિને જોતા અને લોકડાઉનથી રાજ્ય સરકારને થઈ રહેલા આર્થિક નુકસાનને જોતા કરાયા છે. અધિકારી મુજબ, લોકડાઉન તબક્કાવાર રીતે બંધ કરવું જોઈએ કે નહીં, તેના પરનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્રારા લેવામાં આવશે. જો કેન્દ્ર સરકાર લોકડાઉન વધારે છે તો રાજ્ય સરકાર તે નિર્ણયનું પાલન કરશે.

રાજ્ય સરકારે કરેલા અન્ય સુચનો

લોકડાઉન સંપૂર્ણ ખતમ ન થાય ત્યાં સુધી ફરજિયાત માસ્ક પહેરવું
ટ્રાન્સ્પોર્ટેશન પર લોકડાઉન રહે ત્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ
ધાર્મિક, રાજકીય અને સામાજિક રીતે એકઠા થવા પર પ્રતિબંધ
બધી સરકારી ઓફિસ ૫૦ ટકા સ્ટાફ સાથે વૈકલ્પિક દિવસોમાં ચાલુ રહેશે
રેસ્ટોરન્ટ પોતાના પ્રિમાઈસીસમાં લોકડાઉન સુધી સર્વ કરી શકશે, પહેલા ફેઝમાં પાર્સલ સર્વિસ ચાલુ કરાશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x