ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જાણો આજે વધુ કેટલા કેસ નોધાયા
અમદાવાદ :
ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ગુજરાતમાં આજે નવા 36 પોઝીટીવ કેસ આવતાં કુલ 468 પર આંક પહોંચ્યો છે. ગુજરાતમાં નવા 36 પોઝીટીવ કેસ આવ્યા છે. કોરોનાને લીધે 3 લોકોના મૃત્યુ થયા છે. સાજા થઈને 10 લોકો ઘરે પણ ગયા છે.
આજે નવા નોંધાયેલા કેસમાં પોઝીટીવ કેસ 15 અમદાવાદના, વડોદરા 18, ભરુચ 1 , ગાધીનગર 1 છોટા ઉદેપુરનો 1 કેસ નોંધાયો છે. જેમાં 29 પુરુષો ને 7 મહિલાઓ નો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 468 પોઝીટીવ કેસ પૈકી 398 સ્ટેબલ છે અને 4 લોકો વેન્ટિલેટર પર છે. 44 લોકો ડિસ્ચાર્જ થયા છે.
હોટસ્પોટ વિસ્તારમાં ખૂબજ ચેકિંગ કરાતાં 9763 રિપોર્ટ કરાયા તેમાંથી 24 કલાકમાં 2045 ટેસ્ટિંગ થયા છે. જેમાં સવારથી સાંજ સુધીમાં 36 કેસ પોઝીટીવ આવ્યા છે.
હાલના રિપોર્ટ મુજબ 19 જીલ્લામાં 468 કેસ, મોત-22
અમદાવાદ:243
સુરત:28
રાજકોટ:18
વડોદરા:95
ગાંધીનગર:15
ભાવનગર:23
કચ્છ:4
મહેસાણા:2
ગીરસોમનાથ:2
પોરબંદર:3
પંચમહાલ:1
પાટણ:14
છોટાઉદેપુર:3
જામનગર:1
મોરબી:1
સાબરકાંઠા:1
દાહોદ:1
આણંદ:5
ભરૂચ:8