આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્યમાં 1920 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની તાત્કાલિક નિમણુંક કરો : પરેશ ધાનાણી

ગાંધીનગર :

સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલો છે. વિશ્વના 205 ઉપરાંત દેશોમાં આ રોગ અતિ તીવ્રતાથી ફેલાઈ રહેલ છે, જેના કારણે હજારો લોકો મોતનો શિકાર બનેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા,(WHO) એ પણ આ વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આજે સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્‌યો છે. કોરોના વાયરસને આગળ વધતો/ફેલાતો અટકાવવા, સરકાર દ્વારા સમગ્ર દેશમાં સોશ્ય‌લ ડીસ્ટન્સીંગ જળવાઈ રહે તે હેતુસર તા. 22-3-2020ના રોજ જનતા કરફયુ અને ત્યારબાદ તા. 24-3-2020થી 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેનું ચુસ્ત પાલન ગુજરાતની જનતા દ્વારા પણ કરવામાં આવી રહ્‌યું છે.
રાજ્યમાં 1920 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર National Rural Health Mission (NRHM) અંતર્ગત ટ્રેનિંગ લઈ રહ્‌યા છે. જેમાં બે વર્ષથી વધુ મેડીકલ ફીલ્ડનો અનુભવ ધરાવતા ડોક્ટર ટ્રેનિંગ લઈ રહ્‌યા છે. સમગ્ર દેશ અને રાજ્યમાં પ્રવર્તતી લોકડાઉનની પરિસ્થિતીના કારણે હાલ આ ટ્રેનિંગ મુલત્વી રાખવામાં આવેલ છે. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્‌યો છે ત્યારે જો આ હેલ્થ ઓફિસરની તાત્કાલિક ભરતી કરવામાં આવે તો રાજ્યને એકસાથે 1920 જેટલા ડોક્ટરો મળી શકે તેમ છે અને દર્દીઓને તેમનો લાભ મળી શકે તેમ છે.
આથી, સરકારશ્રી કક્ષાએથી રાજ્યની પ્રજાના આરોગ્યના હિતમાં હકારાત્મક નિર્ણય લઈ, આ ટ્રેનિંગ લઈ રહેલ ડોક્ટીરોને કોમ્યુ‍નિટી હેલ્થ ઓફિસર તરીકે સત્વરે નિમણુંક આપવા માટે જરૂરી કાર્યવાહી થવા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ને ખાસ વિનંતી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x