હવે માસ્ક ફરજિયાત : માસ્ક પહેર્યા વિના બહાર નીકળ્યા તો 5000નો દંડ : AMC
અમદાવાદ :
આજે અમદાવાદ મ્યુ.કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમદાવાદમાં હવે જાહેર માર્ગ પર માસ પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. માસ્ક વિના બહાર નીકળતા લોકોને 5000નો દંડ કરવામાં આવશે. દંડ નહીં ભરનાર સામે ગુનો નોંધવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશને એપિડેમિક એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે. જો કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના બહાર નીકળશે તો તેને રૂ.5000નો દંડ ફટકારવામાં આવશે. જે દંડ નહીં ભરે તેમની સામે ફરિયાદ થશે અને 3 વર્ષ સુધી જેલની સજા મુજબ ગુનો નોંધવામાં આવશે. માસ્ક લેવા માટે કોઈએ બજારમાં દોડવાની જરૂર નથી. જો માસ્ક ન હોય તો રૂમાલ અને મહિલાઓને દુપટ્ટો હશે તો પણ ચાલશે.