સોના-ચાંદીના ભાવ તેજીમાં, અઠવાડિયામાં બીજી વખત ભાવ ઑલટાઈમ હાઈ.
વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. ગત સપ્તાહમાં પણ સોનાએ રેકોર્ડ ઊંચાઈએ ભાવ સ્પર્શ કર્યો હતો. સોનાની કિંમતોમાં ગત સપ્તાહે ખાસ્સો ઊછાળો જોવા મળ્યો હતો. જેમાં 2000 રૂપિયાની તેજીની સાથે 45,724 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઑલટાઈમ હાઈનો રેકોર્ડ બન્યો હતો.
આજે કારોબારમાં સોનાના ભાવમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો. આજે ટ્રેડિંગમાં સોનાનો ભાવ 45,909 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યો હતો. શરૂઆતમાં જ સોનાના ટ્રેડિંગમાં તેજી આવી અને એક ટકા ઉપર ભાવ પહોંચ્યો હતો. MCX પર સોનાના ટ્રેડિંગમાં જબરદસ્ત વધારો જોવા જોવા મળી રહ્યો છે. તેના જૂન વાયદા ટ્રેડિંગમાં શરૂઆતમાં જ 45892 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડિંગ થઈ રહ્યું હતું. ચાંદીમાં વાયદા ટ્રેડિંગમાં તેજી જોવાઈ રહી છે અને ચાંદીના ભાવમાં 43,670 પ્રતિ કિલો પર ટ્રેડિંગ થઈ રહ્યું હતું. ગ્લોબર બજારોમાં સોનું 1686.82 ડૉલર પ્રતિ ઔંસ ચાલુ છે જ્યારે ચાંદીમાં 15.40 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડિંગ થઈ રહ્યું છે. સોના અને ચાંદીના સ્પોટ માર્કેટના ટ્રેડિંગમાં તો કોઈ હલચલ નથી કારણ કે એ માર્કેટ બંધ છે. જો કે સોનાના વાયદા બજારમાં રોજ નવા-નવા સ્તર દેખાઈ રહ્યાં છે.
કોરોના વાયરસ ચેપનો વૈશ્વિક ફેલાવો થયો હોવાથી રોકાણકારો કિંમતી ધાતુઓ તરફ આગળ વધ્યાં છે. આને કારણે, તેમના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો અને તેણે રૂ. 2000 ની મજબૂતી સાથે પ્રતિ દસ ગ્રામ રૂ. 45,724ના રેકોર્ડ સ્તરે પહોચ્યું હતું.