દેશમાં 3 મે સુધી લૉકડાઉન લંબાવ્યું : પ્રધાનમંત્રીનું રાષ્ટ્રને સંબોધન.
નવી દિલ્હી :
દેશમાં સતત વધી રહેલ કોરોના વાયરસના કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર સવારે 10:00 વાગે ફરી એક વખત દેશને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે 3 મે સુધી એટલે કે આજે રાત્રે 12 વાગ્યાથી 19 દિવસ સુધી દેશમાં લૉકડાઉન ચાલુ રહેશે તેવી જાહેરાત કરી છે. દેશના નાગરીકોને સાથ સહકાર આપવા અપિલ કરી હતી.
વધુમાં પ્રધનમંત્રીએ જણાવ્યુ હતુ કે કોરોના સામે ભારતની લડાઈ મજબૂતી થી આગળ વધી છે, દેશવાસીઓએ તપસ્યા અને ત્યાગ કર્યો છે, ભારત કોરોનાથી હોનનાર નુક્શાનમાં નાથવા સફળ રહ્યું, દેશની જનતાએ ભારતને બચાવ્યુ છે. દેશના મોટા મોટા દેશોમાં કોરોનાના આંકડાઓ મોટા છે જેમાં આજે ભારતમાં ઓછા કેસો છે. પીએમએ કહ્યું કે જરૂરી સેવાઓ અને દવાઓ મળતી રહેશે. કેન્દ્ર અને તમામ રાજ્યોની સરકારો એક સાથે મળીને કામ કરશે જેથી લોકોને જરૂરી વસ્તુઓ મળતી રહેશે. આપણે લોકોએ એક સાથે મળીને કોવિડ-19 વિરૂદ્ધ લડશે અને એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરીશું.