રાજ્યમાં કોરોના વાયરસનાં સંક્રમિત કેસો વધીને 650 પહોંચ્યા.
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 33 નો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા અત્યાર સુધી 650 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 59 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.
ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 373
સુરત – 42
રાજકોટ – 18
વડોદરા – 113
ગાંધીનગર – 16
ભાવનગર – 26
કચ્છ – 4
મહેસાણા – 4
ગીર સોમનાથ – 2
પોરબંદર – 3
પંચમહાલ – 2
પાટણ – 14
છોટાઉદેપુર – 5
જામનગર – 1
મોરબી – 1
આણંદ – 10
સાબરકાંઠા – 1
બનાસકાંઠા – 2
દાહોદ – 2
ભરૂચ – 11