અમદાવાદના કોટ વિસ્તારમાં સરકારે કર્ફ્યૂ લાદ્યો : કોઈ ઘરની બહાર નીકળી નહી શકે.
અમદાવાદ :
અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે સ્થિતિ બેકાબૂ બની છે. રાજ્યમાં 617 કરતા વધુ કેસ નોંધાયા છે જેમાંથી 351 કેસ અમદાવાદમાં છે ત્યારે સરકારે આજે મોટો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયરૂપાણીએ અમદાવાદના કોટ વિસ્તારમાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો છે.
આજે દિવસ દરમિયાન સરકારે કોટ વિસ્તારના ત્રણ ઘારાસભ્યોને ગાંધીનગર બોલાવી તેમની સાથે ચર્ચા કરી હતી. સરકારે ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, કાલુપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને સાથે મુલાકાત કરી અને તેમને વિસ્તારના સંવેદનશીલતા વિશે વાકેફ કર્યા હતા. દરમિયાન અમદાવાદના કોટ વિસ્તારમાં ખાસ કરીને દાણીલીમડા હોટસ્પોટ બન્યું છે. દાણીલીમડામાંથી અનેક કેસો પોઝિટિવ આવતા ત્યાં રાતોરાત કોરોના ફેલાઈ ગયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે પણ સરકારના આ નિર્ણયને વ્યાજબી ગણાવ્યો હતો અને લોકોને ઘરોમાં રહેવા અપીલ કરી હતી.
અમદાવાદના જૂના દરવાજાઓની વચ્ચે આવેલા ધબકતા કોટ વિસ્તારમાં સરકારે અગાઉથી બફર ઝોન બનાવ્યા હતા. ઠેરઠેર થર્મલ ગનથી ચેકિંગના પોઇન્ટ ઉભા કરાયા હતા અને તપાસ થઈ રહી હતી ત્યારે હવે આ સંક્રમણને વધુ પ્રસરાવતું અટકાવવા માટે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.
કોટ વિસ્તારમાં બુધવારથી કર્ફ્યૂ રહેશે. આ કર્ફ્યૂમાંથી મહિલાઓને 1-4 મુક્તિ આપવામાં આવશે આસિવાય કોઈ પણ વ્યક્તિ મેડિકલ ઇર્નજ્ન્સી સિવાય બહાર નીકળી નહીં શકે. વિસ્તારમાં સંભવત: ધારા 144નો અમલ થઈ જશે. આજે રાજ્યના DGP શિવાનંદ ઝાએ પણ કોટ વિસ્તારની મુલાકાત કરી હતી. ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કોટ વિસ્તારમાં ગયા હતા.