આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વિરાટ કોહલીને મળશે નવી જવાબદારી

મુંબઇ: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 3 વન ડે અને 3 ટી-20 માટે ભારતીય ટીમની આજે પસંદગી થશે. વિરાટ કોહલીને આ બન્ને ફોર્મેટમાં કેપ્ટન્સી સોપવામાં આવી શકે છે. મહેન્દ્રસિંહ ધોનીએ આ શ્રેણી પહેલા જ કેપ્ટન્સી છોડી દીધી છે. જો કે તે વિકેટ કીપર બેટ્સમેન તરીકેની જવાબદારી સંભાળશે. આ સાથે જ ઇંગ્લેન્ડ સામે પ્રેક્ટિસ મેચ માટે ઇન્ડિયા-એ ટીમની જાહેરાત પણ થશે.
ટીમની પસંદગી કરવી સિલેક્ટર્સ માટે પડકાર
– ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ અને સીનિયર સિલેક્શન કમિટી ભારતની વન ડે અને ટી-20 ટીમની પસંદગી કરશે.
– શુક્રવારે બપોરે 1:30 કલાકે ટીમ ઇન્ડિયાની જાહેરાત થશે.
– સિલેક્શન કમિટી પર સૌથી મોટો પડકાર બન્ને  સિરીઝ માટે સંતુલિત ટીમ પસંદ કરવાની છે
– રોહિત શર્મા અને અજિંક્ય રહાણે ઇજાને કારણે બહાર છે, તેમજ શિખર ધવન ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે.
– એવામાં લોકેશ રાહુલને ઓપનિંગની જવાબદારી સોપવામાં આવી શકે છે.
– બીજી તરફ પસંદગીકાર કોઇ નવા ખેલાડીને પણ તક આપી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *