ગુજરાત

માનવીની સાથે મૂંગા અને વફાદાર પ્રાણી ની પણ ચિંતા કરતાં પરેશ ધાનાણી

ગાંધીનગર :

સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ એ હાહાકાર મચાવ્યો છે. આજે સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્‌યો છે. ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેનું ગુજરાતની જનતા દ્વારા ચુસ્તાપણે પાલન પણ કરવામાં આવી રહ્‌યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે પણ આ મુશ્કેલ ઘડીમાં રાજ્ય સરકારને સતત સાથ અને સહકાર આપી રાજ્યની જનતાને ઉગારી લેવાના ઉદ્દેશ્ય સાથે જવાબદાર વિરોધપક્ષની ભૂમિકા અદા કરી છે.

લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોના વેપાર-ધંધા-રોજગાર સહિત રોજીંદુ જનજીવન સંપૂર્ણ ઠપ્પ થઈ ગયું છે. આ પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો તેમજ મુંગા પશુ પક્ષીઓની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી અને તેમની ટીમ દ્વારા આજે ભુખ્યાને ભોજનના યજ્ઞમાં વધુ એક પહેલ કરી છે. વિપક્ષના નેતાએ માનવીની સાથે મુંગા અને વફાદાર પ્રાણીની પણ ચિંતા કરતા આજરોજ અમરેલી ખાતે શ્વાન (કુતરા) ના પેટની ચિંતા કરી અંદાજે 300 કિલો ચુરમાના લાડુ બનાવ્યા હતા. આ બનાવવામાં આવેલ લાડવાનું અમરેલી ખાતે વિતરણ કરવામાં આવનાર છે. અમરેલી ખાતેના ચાલુ કરાયેલ રાહત રસોડાના ટીમના અને કોંગ્રેસ અગ્રણી શ્રી સંજયભાઈ ગજેરા (ગઢીભાઈ) જેનું તાજેતરમાં દુઃખદ અવસાન થયેલ છે જેઓની અંતિમ ઈચ્છા શ્વાનને લાડુ ખવડાવવાની હતી જે આજરોજ પરેશ ધાનાણી અને તેમની ટીમ દ્વારા પૂરી કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ૩૩ કરોડ દેવતાઓનો વાસ ધરાવતી ગાય માટે ઘાસચારાની વ્યવસ્થા કરીને દરરોજ અમરેલી ખાતે ગાયોને પહોંચાડવામાં આવી રહેલ છે. તેમજ પડોશમાં કોઈ ભૂખ્યું ના સુવે તેનો સામુહિક સંકલ્પ સાથે લોકડાઉનની સ્થિતિમાં વિરોધપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી અને તેમની ટીમ દ્વારા “ભૂખ્યાને ભોજન સેવાયજ્ઞ” સતત ચલાવવામાં આવી રહ્યો છે. શરૂઆત થી લઈને અત્યાર સુધીમાં ૪,૦૬,૭૯૨ લોકો ભોજન પ્રસાદીના ભાગીદાર બન્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x