રૂપાણી સરકારનો મોટો નિર્ણય : જાણો કયા વિસ્તારોમાં 20 એપ્રિલ બાદ ઉદ્યોગો શરૂ નહીં થાય.
ગાંધીનગર :
એક તરફ દેશમાં કોરનાને લઇને લૉકડાઉનનો માહોલ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગામી 20 એપ્રિલથી કેટલાક સ્થળોએ કેટલીક બાબતો અંગેની છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી એક ખાસ બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે.
આ અંગે મળતી વિગત પ્રમાણે, રાજ્યમાં આગામી 20 એપ્રિલથી નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા ઔદ્યોગિક એકમને શરૂ થવા અંગે શરતી મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. અનીલ મુકીમ અને કૈલાસનાથન સાથે ચર્ચા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધઓ હતો.
ન.પા અને મનપા વિસ્તારના ઔદ્યોગિક એકમો શરૂ નહીં થાય.
નોંધનીય છે કે, 20 એપ્રિલ બાદ શહેરી વિસ્તારોમાં બાંધકામ પ્રોજેક્ટની કામગીરી શરૂ થવાની છે ત્યારે બાંધકામ સાઈટ પર જ શ્રમિકોને રહેવાની શરતે જ જે-તે પ્રોજેક્ટસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે કામના સ્થળે ફરજીયાત સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.
સરકારી ગાઈડલાઈનનો પણ કડક અમલ કરવો ફરજીયાત
તો આ સાથે જ સરકારી ગાઈડલાઈનનો પણ કડક અમલ કરવાનો રહેશે. આ સાથે જ જો કોઇ પ્રોજેક્ટ પર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનો યોગ્ય અને કડક રીતે અમલ નહીં થાય તો તેના સંચાલકો સામે કડક પગલા લેવામાં આવશે.