આરોગ્યગાંધીનગરગુજરાત

અમદાવાદમાં કોરોના વકર્યો, રાજ્યમાં કુલ 1376 કેસ નોંધાયા.

ગાંધીનગર :
કોરોનાએ ગુજરાતને જાણે ભરડામાં લીધું છે તેમાંય અમદાવાદ, વડોદરા અને સુરતમાં તો કોરોનાએ માજા મુકી છે. કોરોનાની વણસતી સ્થિતિને જોતાં રાજ્ય સરકારે હવે એક પછી એક વિસ્તારોમાં કરફ્યુ લાદવાનું પણ ચાલુ કર્યું છે. ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 104 નો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કુલ સંખ્યા અત્યાર સુધી 1376 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 53 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 93 લોકો રીકવર થયા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 861
ગાંધીનગર – 17
સુરત – 153
વડોદરા – 158
રાજકોટ – 30
ભાવનગર – 28
કચ્છ – 4
મહેસાણા – 4
ગીર સોમનાથ – 2
પોરબંદર – 3
પંચમહાલ – 10
પાટણ – 15
છોટાઉદેપુર – 6
જામનગર – 1
મોરબી – 1
સાબરકાંઠા – 3
આણંદ – 27
દાહોદ – 2
ભરૂચ – 22
બનાસકાંઠા – 8
ખેડા – 3
બોટાદ – 4
નર્મદા – 11
અરવલ્લી – 1
મહીસાગર – 2

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x