રાજકોટ: ઠંડીને લીધે સૌરાષ્ટ્ર-કચ્છ ઠર્યા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળો બરાબરનો જામતો જાય છે અને લઘુતમ તાપમાનનો પારો સતત નીચે ઉતરતો જાય છે. જેના કારણે વાતાવરણ ઠંડુગાર થઈ ગયુ છે. રવિવાર સવારથી વાતાવરણમાં પલ્ટો આવતાની સાથે જ ઠંડક છવાઇ ગઇ હતી . આજે સતત ચોથા દિવસે વાતાવરણમાં ઠંડક યથાવત છે અને લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.પવનના સતત સૂસવાટાનાં કારણે આખો દિવસ ગરમ કપડા પહેરી રાખવા પડે છે.ઠંડીના કારણે રાત્રીનાં રસ્તાઓ સુમસામ બની જાય છે. અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે.