અમરેલી:એ પ્લસ ગ્રેડ મેળવનારી ફાચરીયા પ્રાથમિક શાળા ને સરકાર શ્રી નુ પ્રોત્સાહક ઈનામ
અમરેલી :
ગુજરાત સરકાર શ્રી દ્રારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ને પ્રોત્સાહિત કરવા માટે અનેક વિધ યોજનાઓ અમલ માં મુકેલ છે અને ગુજરાત ની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરવતા શિક્ષકો અને આચાર્ય શ્રી ઓને શાળાકીય સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા સબબ અનેક વિધ પ્રોત્સાહિત ઈનામ ,શિલ્ડ ,ટ્રોફીઓ એનાયત કરવામાં આવે છે અને શિક્ષકો ,આચાર્ય શ્રી ઓ તેમજ બાળકોની કદર કરવામાં આવે છે .ત્યારે ધારી નજીક આવેલ ફાચરીયા ગામની પ્રાથમિક શાળા એ ગુણોત્સવ ૨૦૧૬ માં સર્વશ્રેષ્ઠ ગુણો મેળવી એ પ્લસ ગ્રેડ મેળવેલ છે જેના અનુસંધાને સી.આર.સી વિરલ ભાઈ દવે ના શુભહસ્તે સરકાર શ્રી તરફ થી જાહેર કરવામાં આવેલ રૂપિયા૧૦/૦૦૦ નુ ઇનામ ફાચરીયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જીજ્ઞેશ ભાઈ ગૌસ્વામી ને અર્પણ કરવામાં આવેલ હતુ.
રૂપિયા ૧૦/૦૦૦ નુ પ્રોત્સાહિત ઈનામ મેળવનાર ફાચરીયા પ્રાથમિક શાળા ના આચાર્ય જીજ્ઞેશ ભાઈ ગૌસ્વામી ,શાળા પરિવાર મહેશ ભાઈ મોરવાડીયા ,જગદીશ ભાઈ સોલંકી, વિમળા બહેન ધામેલીયા વગેરેની મહેનત થી ફાચરીયા ગામની પ્રાથમિક શાળા ને એ પ્લસ ગ્રેડ મળેલ છે
આચાર્ય શ્રી તેમજ શાળા પરિવાર સ્ટાફ ને આ જળહળતી સિધ્ધી અને બહુમાન પ્રાપ્ત કરવા સબબ બી.આર.સી હરેશ ભાઈ મકવાણા ,સી.આર.સી વિરલ ભાઈ દવે ,મનીષ ભાઈ જોશી ,ટી.પી.ઈ.ઓ વેગડા સાહેબ ,શિક્ષક સંઘ પ્રમુખ પ્રતાપ ભાઈ બશીયા ,તેમજ પત્રકાર ટીનુભાઈ લલીયા એ હાર્દિક સુભેચ્છાઓ આપેલ હતી
ઉલ્લેખનીય છે કે ફાચરીયા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરાવતા શિક્ષકો તેમજ આચાર્ય શ્રી દ્વારા શાળામાં અભ્યાસ કરી રહેલા બાળકોને સારૂ અને સુંદર શિક્ષણ મળી રહે તે હેતુથી સરાહનીય કામગીરી કરવામાં આવી રહેલ