લૉકડાઉનમાં WhatsAppની સીક્રેટ ટ્રિક! ગ્રુપ વગર એક સાથે 256 લોકોને Message મોકલો.
વોટ્સએપ (WhatsApp) પોતાની એપમાં સતત નવા-નવા ફીચર જોડતું રહે છે. લૉકડાઉન દરમિયાન એવા પ્લેટફોર્મ બની ગયા છે જેની પર વાતનો મુદ્દો હોય કે ન હોય તો પણ તેના દ્વારા આપણે પોતાના મિત્રો, સંબંધીઓ સાથે કનેક્ટ રહીએ છીએ. આજકાલ વોટ્સએપ પર ફોટોઝ, વીડિયોઝ ખૂબ શૅર કરવામાં આવી રહ્યા છે. પરંતુ શું આપને ખબર છે કે વોટ્સએપમાં એવું ફીચર પણ છે જેનાથી ગ્રુપ (WhatApp groups) બનાવ્યા વગર તમે 256 લોકોને સરળતાથી મેસેજ મોકલી શકો છો.
વોટ્સએપમાં એક એવું ફીચર પણ છે જેનાથી એક સાથે મેસેજને 256 લોકોને મોકલી શકાય છે. આવો જાણીએ આ ઇન્ટરેસ્ટીંગ ફીચર વિશે અને કેવી રીતે તે કરે છે કામ…
તેના માટે સૌથી પહેલા Whatsapp ખોલો. તેમાં જમણી તરફ તમને ત્રણ ડૉટ નજે પડશે તેની પર ટૅપ કરો.
અહીં ક્લિક કરતાં આપને અનેક ઓપ્શન જોવા મળશે, જેમાંથી આપને New Broadcastને સિલેકટ કરવાનું છે. ત્યારબાદ આપને તેની બધા કોન્ટક્ટને સિલેક્ટ કરવાના છે જેને તમે મેસેજ મોકલવા માંગો છો. પરંતુ એ વાતનું ધ્યાન રહે કે જેને તમે મેસેજ મોકલવાનો છે તેનો તમારી પાસે નંબર હોવો જોઈએ. જ્યારે તમારી યાદી પૂરી થઈ જાય તો ગ્રીન ટિક પર ક્લિક કરો. હવે તમારી પાસે એક લિસ્ટ તૈયાર થઈ જશે, જેમાં તમે તમામ લોકોને એક સાથે મેસેજ મોકલી શકો છો.
તેમાં તમે જે કોઈને પણ મેસેજ મોકલશો તેને બિલકુલ નહીં જાણ શકે કે તમે તેને અનેક ગ્રુપની સાથે મેસેજ મોકલ્યો છે. આ ફીચરમાં આપનો ટાઇમ બચી જશે. સાથે જ આટલા લોકોને મેસેજ મોકલવા માટે ગ્રુપ પણ નહીં બનાવવું પડે.