ગુજરાત

માંગરોળ પોલીસે બાતમીના આધારે નાની નરોલી ગામે રેડ કરતાં ચારસો કીલો ગૌ માંસ ઝડપી, ચારને વોન્ટેડ જાહેર કર્યા.

મોસાલી :
માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ.પરેશ એચ.નાયી ને ખાનગી રાહે બાતમી મળી કે તાલુકાના નાની નરોલી ગામે કબ્રસ્તાનની બાજુમાં આવેલ ખૂલ્લી જગ્યા ઉપર ગાયોની કતલ થઈ રહી છે.

         બાતમી મળતાં જ પી.એસ.આઇ. પરેશ એચ. નાયી અને અન્ય જવાનોની ટીમ બાતમીવાળા સ્થળે રેડ કરવા પોહચી હતી. ત્યાં પોહચતાં સ્થળ ઉપરથી ત્રણ ગયો નાં માથા મળી આવ્યા હતાં તથા ચારસો કીલો ગૌમાંસ મળી આવ્યું હતું જેની કિંમત ચાલીસ હજાર રૂપિયા અને કટીંગનાં અન્ય સાધનો જેની કિંમત ચારસો તીસ મળી કુલ ચાલીસ હજાર, ચારસો, તીસ  રૂપિયાનો મુદામાલ કબજે કરી, ઇલ્યાસ ઇકબાલ જીવા, ફરીદ ઉસ્માન છારીયા, હનીફ મુસા ભુલા ઉર્ફે પચાસ ગ્રામ, આ તમામ રહેવાસી નાની નરોલી, મોહમદ જેનાં પિતા કે અટકની ખબર નથી, રહેવાસી તડકેશ્વર, આ ચારે ચારને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ માંગરોળ પોલીસ ચલાવી રહી છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *