ભાવનગરમાં નોંધાયા 4 પોઝીટીવ કેસ, સાથે 5 દર્દી સારવાર બાદ થયા સ્વસ્થ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
ભાવનગર :
ભાવનગરમાં આજે બપોર બાદ 55 વર્ષના મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાનું નામ નમઝાબેન કુરેશી છે. તેઓ સર ટી હોસ્પિટલમાં કોરોનાના લક્ષણો સાથે દાખલ થયા હતા. ત્યારબાદ ડોક્ટરે તેના સેમ્પલ લઈ અને ટેસ્ટ માટે મોકલ્યા હતા. જેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જ આજે ભાવનગરમાં એક દિવસમાં 4 પોઝીટીવ કેસ નોંધાયા હતા. ભાવનગરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 32 થયા છે.
વધુમાં ભાવનગર જિલ્લામાં સતત વધતા કેસના સમાચાર વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. અહીં સારવાર બાદ એક સાથે 5 દર્દી રોગમુક્ત થયા છે. અને સંપૂર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ પાંચ દર્દીઓની વિગત નીચે દર્શાવ્યાનુસાર છે.
1. 26 વર્ષીય મોહમ્મદ યાસર હુસૈન કાદરી જે 10 એપ્રિલથી સારવાર હેઠળ હતા.
2. 55 વર્ષીય વહીદાબેન ઢોળકીયા જે પણ 10 એપ્રિલથી સારવાર હેઠળ હતા.
3. 41 વર્ષીય ઈકબાલ યુનુસ ગોરી જે પણ 10 એપ્રિલથી સારવાર હેઠળ હતા.
4. 21 વર્ષીય શેહઝાજ ફારુક કેલીયા જે 8 એપ્રિલએ સારવાર માટે દાખલ થયા હતા.
5. 26 વર્ષીય અવિનાશ વસાયા જે 4 એપ્રિલથી સારવાર લઈ રહ્યા હતા.
ઉપરોક્ત પાંચ દર્દીને સારવાર બાદ આજે હોસ્પિટલમાંથી કોરોનાના બે ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ રજા આપવામાં આવી છે.