Uncategorizedગાંધીનગર

“વારાફરતી વારો આવી ગયો” : હાર્દિકસિંહ ચુડાસમા “હાર્દ”

“વારાફરતી વારો આવી ગયો”

થયો મેળાપ આપણો ને, ઘરમાં પ્રસંગ બની ગયો,
થયો કંકાસ ઘરમાં ને, પંખીનો માળો વિખેરાઈ ગયો,

કહેવાથી તારા વડીલો ને, એમનો ઘરડાઘર મા નિવાસ થઈ ગયો,
જગત આખા નું ભણતર લઈ ને, માતાપિતા થી દૂર થઈ ગયો,

ફરીથી તારા ઘર મા, એક ખુશી નો પ્રસંગ બની ગયો,
અવતાર થયો લક્ષમીનો ને, રાજકુમાર નો જન્મ પણ થઇ ગયો,

બાણપણ તો વીતી ગયું ને, જવાની નો જોશ આવી ગયો,
કોલેજ જવા નો સમય હવે તો, પલકારા ની જેમ વીતી ગયો.

દીકરો તો હવે મોટો થયો ને, પોતાની જીદ કરતો થઈ ગયો,
કમાવા માટે લાડલો, હવે ઘરથી દૂર થઈ ગયો,

દીકરી ને લઈ જમાઈ ગયા ને, દીકરો વહુઘેલો થઈ ગયો,
બસ એકલા હતા આપણે ને, એકલતા નો વાસ થઈ ગયો,

આજે કહે છે હાર્દ તમને, છે વ્યથા એમની એકલતાની,
આવે જો પ્રસંગ આપના હૈયે, તો વારાફરતી વારો આવી ગયો,

                       ——- : હાર્દિકસિંહ ચુડાસમા “હાર્દ”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x