આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવત, પોઝિટિવ કેસ 3071

ગાંધીનગર :
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ રહ્યો છે. જનજાગૃતિના અભાવે શહેરોમાં હવે કોરોના બેકાબુ બની રહ્યો છે. તેમાય અમદાવાદમાં શહેરીજનોની લાપરવાહીએ આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. કોટ વિસ્તારમાં કરફ્યુ પૂર્ણ થતાં ફરી એકવાર બજારોમાં લોકોના ટોળે ટોળા ઉમટતાં લોક ડાઉનના લીરે લીરા ઊડયા હતા. ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 256 નો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કુલ સંખ્યા અત્યાર સુધી 3071 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 133 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 282 લોકો રીકવર થયા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 2003
રાજકોટ – 41
સુરત – 496
વડોદરા – 230
ભાવનગર – 40
કચ્છ – 06
મહેસાણા – 07
ગીર સોમનાથ – 03
પોરબંદર – 03
પંચમહાલ – 17
પાટણ – 16
છોટાઉદેપુર – 13
જામનગર – 01
મોરબી – 01
સાબરકાંઠા – 03
આણંદ – 41
દાહોદ – 04
ભરૂચ – 29
બનાસકાંઠા – 27
ગાંધીનગર – 23
ખેડા – 05
બોટાદ – 12
નર્મદા – 12
અરવલ્લી – 18
મહીસાગર – 10
નવસારી – 02
તાપી – 01
વલસાડ – 05
સુરેન્દ્રનગર – 01
ડાંગ – 01

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x