ગાંધીનગર

ગાંધીનગરના આરબી સેવા દળે કરી પરશુરામ જયંતિની અનોખી ઉજવણી

ગાંધીનગર :

ગાંધીનગરમાં આજ રોજ પરશુરામ દાદાની જન્મજયંતિની ઉજવણી સાદગીથી કરવામાં આવી હતી. આ પાવન પર્વે શહેરના “આરબી સેવાદળ” દ્વારા શહેરમાં અબોલ પશુઓ અને પક્ષીઓને ચણ અને બિસ્કીટ ખવડાવવાની સેવા કરીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં આજ રોજ પરશુરામ દાદાની જન્મજયંતિના પાવન પર્વે શહેરના “આરબી સેવાદળ” જેને “રોયલ ભૂદેવ સેવાદળ”ના નામથી પણ અોળખવામાં આવે છે તેના તરફથી શહેરમાં અબોલ પશુઓ જેવાકે વાંદરા-કૂતરાં વગેરે માટે ૧૪૪ પેકેટ્સ બિસ્કીટ અને પક્ષીઓ માટે ૬૦ કિલો ચણ વિતરણનું આયોજન કરીને પશુ-પક્ષીઓને ખવડાવવામાં આવ્યા હતા.

આ સેવાકાર્યમાં ગાંધીનગર શહેર તથા રાંધેજા, સરગાસણ, કુડાસણ, ઇન્દ્રોડા વગેરે ગામના વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યને સફળ બનાવવા આરબી સેવા દળના તુષારભાઈ રાવલ, ક્રિષ્નભાઈ જાની, રાજ ત્રિવેદી, ભવાનીભાઈ પંડ્યા, ક્રીશ જાની, નિરાદભાઈ જાની, રાજનભાઈ ત્રિવેદી, જયદીપભાઇ પંડ્યા તથા બીજા મિત્રોનો સાથ-સહકાર સાંપડ્યો હતો. આ સેવા ક‍ાર્ય દરમ્યાન કોરોના વાયરસ સંક્રમણની ભીતિને પગલે સ્વયંસેવકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ પુરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x