ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કેન્દ્ર સરકારનો નિર્ણય : શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ પોતાનાં વતન પરત જઈ શકશે

નવી દિલ્હી :
કેન્દ્રીય ગૃહમંત્રાલયએ દેશના અલગ અલગ જગ્યાઓ પર ફસાયેલા પ્રવાસી મજુરો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓની અવરજવરની મંજુરી આપી દીધી છે. ગૃહ મંત્રલાય તરફથી જારી આદેશમાં કહ્યું છે કે, તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પોતાના ત્યાં ફસાયેલા લોકોને તેમના વતન રાજ્યમાં મોકલવા અને બીજા રાજ્યોમાં પોતપોતાના નાગરિકોને લાવવા માટે સ્ટેન્ડાર્ડ પ્રોટોકોલ તૈયાર કરવામાં માટે કહેવામાં આવ્યું છે. હવે દરેક રાજ્ય બીજા રાજ્યોથી પોતાના નાગરિકોને પરત લાવી શકશે અને પોતાના ત્યાં ફસાયેલા બીજા રાજ્યના નાગરિકોને તેમના વતન રાજ્યમાં મોકલી શકશે. ગૃહ મંત્રાલયએ જારી કરવામાં આવેલા આદેશમાં જણાવ્યું છે કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આ કામ માટે નોડલ ઓથોરિટી રચશે અને ત્યારબાદ આ ઓથોરિટી પોતપોતાના ત્યાં ફસાયેલા લોકોનું રજિસ્ટ્રેશન કરશે. જે રાજ્યો વચ્ચે અવરજવર થનાર છે ત્યાંની ઓથોરિટી એકબીજા સાથે સંપર્ક કરી માર્ગ મારફતે લોકોની અવરજવર સુનિશ્ચિત કરશે. જો કે, જે લોકો જવા માંગતા હશે, તેમની સ્ક્રિનિંગ કરવામાં આવશે અને જો તેમાંથી કોવિડ-૧૯ના કોઇ લક્ષણ નહીં જણાય તો જ તેને જવા માટેની મંજુરી આપવામાં આવશે. લોકોની અવરજવર માટે બસનો ઉપયોગ કરી શકાશે. બસોને સેનિટાઇઝેશન કર્યા બાદ તેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમ મુજબ જ લોકોને બેસાડવામાં આવી શકે છે. કોઇપણ રાજ્ય આ બસોને પોતાની સીમામાં પ્રવેશવાથી રોકી શકશે નહીં અને પસાર થવા માટે મંજુરી પણ આપશે. ડેસ્ટિનેશન પર પહોંચ્યા બાદ લોકોની લોકલ હેલ્થ ઓથોરિટી તરફથી તપાસ કરવામાં આવશે. બહારથી આવેલા લોકોને હરવા ફરવા માટેની મંજુરી રહેશે નહીં અને તેમને હોમ ક્વોરનટાઈનમાં જ રહેવું પડશે. જો જરૂરી જણાશે તો તેમને હોસ્પિટલ, સ્વાસ્થ્ય કેન્દ્રોમાં પણ દાખલ કરવમાં આવી શકે છે. તેમની સમય સમય પર ચકાસણી કરવામાં આવશે. આવા લોકોને આરોગ્ય સેતુનો ઉપયોગ કરવો પડશે કારણ કે તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી શકાય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x