ગાંધીનગર

જાણો સુરતમાં કયા કારણોસર લંબાઈ શકે છે લોકડાઉન.

સુરત :
સુરત પોલીસ કમિશનર દ્વારા કલમ 144 મુજબ ચાર વ્યક્તિ કે તેનાથી વધારે વ્યક્તિ ભેગા થવા ઉપર મૂકેલા પ્રતિબંધનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. હવે આગામી તારીખ 14 મે સુધી જાહેરનામાંનો સમય વધારવામાં આવ્યો છે. જો કે, પોલીસ કમિશનરે આ જાહેરાત કરતાની સાથે જ હવે લોકડાઉનનો સમય વધારવામાં આવશે તેવી ચર્ચા શહેરમાં ચાલુ થઇ ગઇ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કોરોના બીમારીને મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં છેલ્લા દોઢ મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે શહેર પોલીસ દ્વારા ચાર વ્યક્તિ કે તેથી વધારે લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે મુજબ તા. 30 એપ્રિલ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી હતી. પરંતુ, હવે આ સમયગાળો વધારવામાં આવ્યો છે. સુરત શહેરમાં તા. 30 એપ્રિલથી એટલે કે ગુરૂવારથી તારીખ 14 મે સુધી કલમ 144 અમલમાં રહેશે અને આ સમયગાળા દરમિયાન ચાર કે વધુ વ્યક્તિ ભેગા થશે તો તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.આ સમય દરમિયાન પરવાનગી વગર સભા કરવા પર કે ઉશ્કેરણીજનક શબ્દો બોલવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, આ સમાચાર જુદા જુદા માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચી જતા શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. એક તરફ કેન્દ્રમાં મળેલી બેઠક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, હાલમાં લોકડાઉન યથાવત રાખવું કે નહીં તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. બીજી બાજુ રાજ્ય સરકારે પણ પહેલા કેટલાક વિસ્તારોમાં શરતોને આધિન દુકાનો ખોલવાની જાહેરાત કર્યા પછી ફેરવી તોળ્યું હતું કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની કોઇ દુકાન ખોલવાની મંજૂરી નહીં મળે તેવા સંજોગોમાં હવે સુરતમાં કલમ 144નો અમલ લંબાવી દેવાતા લોકડાઉન પણ લંબાશે તેવી ચર્ચાઓ શહેરમાં શરૂ થઇ ગઇ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x