ગાંધીનગરગુજરાત

10 દિવસ સુધી અમદાવાદ થી ગાંધીનગર પ્રવેશતા રસ્તાઓ પર પ્રતિબંધ

ગાંધીનગર :

અમદાવાદ થી ગાંધીનગર શહેરમાં પ્રવેશવા માટેના મુખ્ય માર્ગો ધ-૦, ચ-૦ અને જ-૦ સિવાયના તમામ અમદાવાદ થી ગાંધીનગર શહેરમાં પ્રવેશવા માટેના મુખ્ય માર્ગો જાહેર જનતાના તમામ પ્રકારના વાહનો માટે અવર-જવર તથા પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ એક જાહેરનામું બહાર પાડી ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ તા.૦૧ મેથી તા. ૧૦મી મે, ૨૦૨૦ સુધી રહેશે.

ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું છે કે, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં પણ કોવિડ- ૧૯ ના ધણા કેસો નોંધાયેલ છે. જેથી સરકારશ્રી દ્વારા સમગ્ર દેશમાં તા. ૦૩મે, ૨૦૨૦ સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ- ૧૯ ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હાલમાં ગુજરાત તેમજ ગાંધીનગરમાં કોરોના વાયરસ કોવિડ- ૧૯ ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારું ગાંધીનગર શહેરમાં પ્રવેશના મુખ્ય માર્ગો પર જાહેર જનતાના તમામ વાહનોના અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવો અત્યંત જરૂર જણાય છે.

જેથી તા. ૦૧ મે, ૨૦૨૦ ના ૦૦.૦૧ કલાક થી તા. ૧૦મી મે, ૨૦૨૦ ના ૨૪.૦૦ (બંને દિવસો સહિત ) સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાં એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનો અને બંદોબસ્ત ફરજ પરના વાહનો અપવાદ છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર કોઇપણ વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧ થી ૫૮ મુજબ લાગુ પડતી શિક્ષા તથા ભારતીય દંડ સંહિતા – ૧૮૬૦ ના પ્રકરણ- ૧૦ ની કલમ – ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. ગાંધીનગર જિલ્લાના સમગ્ર મહેસૂલી હદ વિસ્તારમાં ફરજ બજાવતા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર કે તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કલમ- ૧૮૮ મુજબ ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *