રોજગાર કચેરીની બેદરકારીના કારણે નિવૃત કર્મચારીઓને હક્કનું પેન્શન પણ મળતું નથી !
ગાંધીનગર :
સરકારી નોકરી કરતા કર્મચારીઓ જ્યારે નિવૃત્તિનો સમય નજીક આવતો હોય છે, ત્યારે પહેલા પેન્શનની પ્રક્રિયા હાથ ધરતા હોય છે. આ કર્મચારીઓ માટે પેન્શન ઘડપણની લાકડી પુરવાર થાય છે. પરંતુ કચેરીઓમાં બેઠેલા ભ્રષ્ટ લોકોના પાપે નિવૃત્ત કર્મચારીઓને પેન્શન માટે પણ ધક્કા ખાવા પડે છે.
નિયામક રોજગાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓનો પોતાની જ કચેરીના કર્મચારીઓ દ્વારા ફોર્મ 22 આપવામાં નહિ આવતા છેલ્લા ત્રણ મહિનાથી પેન્શનની પ્રક્રિયા પૂર્ણ કરાવી શક્યા નથી. સરકારમાં મોટાભાગના કર્મચારીઓ 31 માર્ચે નિવૃત્ત થયા થયા છે. જેમાં નિયામક રોજગાર કચેરીમાં ફરજ બજાવતા 30 જેટલા કર્મચારીઓ પણ નિવૃત્ત થયા હતા. આ કર્મચારીઓને નિવૃત્ત થયા બાદ પણ કચેરીના ધક્કા ખાવા પડે છે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓ જ્યારે નિવૃત થાય ત્યારબાદ તેમની પેન્શન મળી રહે તે માટે જુના સચિવાલય બ્લોક નંબર-1માં આવેલી નિયામક આવેલી અને તાલીમ કચેરીમાંથી ફોર્મ નંબર 22 લેવાનું હોય છે. જેને પેન્શન કચેરીમાં આપ્યા બાદ નિયમિત રીતે નિવૃત્ત થયેલા કર્મચારીઓને પેન્શન મળતું હોય છે.
રાજ્યની અલગ તાલીમ સંસ્થા માટે નિવૃત્ત થયેલા કર્મચારીઓની કોરોનાની મહામારીમાં કફોડી સ્થિતિ થઈ ગઈ છે. સુત્રોએ જણાવ્યું કે, જે કર્મચારી નિવૃત થાય તેમને વડી કચેરીથી ફોર્મ 22 મેળવવાનું હોય છે. આ પ્રક્રિયા નિવૃત્તિ પહેલાં જ વડી કચેરીના કર્મચારીએ કરી દેવાની હોય છે. પરંતુ નિયામક રોજગાર કચેરીમાં ઉલટી ગંગા વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે. નિવૃતિને આજે ત્રણ મહિના થઈ ગયા છે, તેમ છતાં ફોર્મ મળતા નહીં મળતા કર્મચારીઓમાં રોષે ભરાયાં છે.
નિવૃત્ત થયેલા કર્મચારીઓ દ્વારા મદદનીશ નિયામક ચંપાવત અને લાઠીયાને અને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેમની દાનતમાં ખોટ જોવા મળતી હતી. જે કર્મચારી આ કામગીરી સંભાળે છે તે રજા ઉપર છે. પરંતુ તેનો ચાર્જ ઇરાદાપૂર્વક અન્ય કર્મચારીને સોંપવામાં આવ્યો નથી. ત્યારે મહામારીમાં નિવૃત થયેલા કર્મચારીઓને પોતાના ઘરનો ચૂલો સળગાવવો મુશ્કેલ બની રહ્યો છે. પોતાના જ સાથી કર્મચારીઓને અધિકારીઓ શા માટે હેરાન કરી રહ્યા છે?
મહામારીમાં પણ અધિકારીઓની માનવતા મરી પરવારી હોય તેવું સામે આવી રહી છે. ત્યારે આ બાબતે સંવેદનશીલ સરકારના મહાનાયક કર્મચારીઓને ન્યાય અપાવી તેવી માગ કરવામાં આવી છે.