ગુજરાતરાષ્ટ્રીય

લોકડાઉન વચ્ચે ટ્રેનો શરૂ થઈ ગઈ અને હવે ફ્લાઈટો પણ ઉડવા લાગશે

લોકડાઉન હજુ ચાલે છે ત્યાં જ ટ્રેનો શરૂ થઈ ગઈ અને હવે ફ્લાઈટ પણ ઉડવા લાગશે. એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર છેલ્લા દોઢ મહિનાથી ઢંઢેરો પીટે છે કે કોરોના વાયરસને કંટ્રોલમાં રાખવા માટે લોકડાઉનએ જ શ્રેષ્ઠ ઉપાય છે આવું કહીને સતત ત્રીજી વખત લોકડાઉન વધારવામાં આવ્યું હતું જે હજુ 17મી સુધી ચાલવાનું છે.

ગુજરાતના પોલીસ વડા તેમજ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પણ કડક લોકડાઉનનો અમલ કરવાનું અને તેનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું.

કેટલાક લોકોને બાદ કરતાં ગુજરાત અને દેશના ૯૫ ટકાથી વધુ લોકો લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરી રહ્યા છે. પરંતુ સરકાર અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ મધ ભારે ગડમથલ જોવા મળે છે.

સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે કોઈ જાતનો તાલમેલ નથી સંકલન પણ નથી અને પોતાને મનમાં આવે કે મનમાં ફાવે તે પ્રકારના કશું વિચાર્યા વગરના નિર્ણયો લઇ રહ્યા છે. ગઈકાલે એકાએક કેન્દ્ર સરકારે ટ્રેનો દોડાવવાનું જાહેર કર્યું હતું.

આ અગાઉ લાખો પણ પરપ્રાંતીય લોકો ખૂબ જ હેરાન પરેશાન થઇ ગયા હતા તે સમયે રાજકીય નેતાઓને તેઓને વતન પહોંચાડવાનું સૂઝ્યું ન હતું પરંતુ રાતોરાત નેતાઓને સપનું આવતા જ અને કોઈ માગણી નહીં હોવા છતાં ટ્રેનો ચાલુ કરવાનું નક્કી કરી નાખ્યું.

સૂત્રો જણાવે છે કે ટ્રેનો બાદ હવે ફ્લાઇટો પણ શરૂ કરવાનું મન સરકાર બનાવી ચૂકી છે જેના ભાગરૂપે ગઇકાલે એરપોર્ટ ઓથોરિટીના તેમજ કેન્દ્રના ટોચના અધિકારીઓ એ કેટલાક એરપોર્ટની મુલાકાત પણ લીધી હતી અને એરપોર્ટના સત્તાવાળાઓ સાથે આ સંદર્ભમાં સંકલન શરૂ કર્યું છે.

સરકારના આવા તઘલખી નિર્ણય સામે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ આક્રોશ વ્યક્ત કરાઈ રહ્યો છે અને લોકો પૂછે છે કે એક બાજુ અને શહેરોમાં અને અમદાવાદમાં રેડ ઝોન હોવા છતાં શા માટે ટ્રેનો શરૂ કરાય તે કંઈ સમજાતું નથી.

હવે સરકારે હવાઈ સેવા પણ શરૂ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. સિવિલ એવિએશન સચિવ પ્રદીપસિંહ ખરોલા પણ આ મિટિંગમાં જોડાયા હતા તેમની સાથે સંયુક્ત સચિવ રૂબિના અલીએ કરી મુલાકાત કરી હતી અને ઉચ્ચ અધિકારીઓએ ફ્લાઈટ ઓપરેશનની તૈયારીની સમીક્ષા કરી છે.

બીજી બાજુ આજે બપોરે ત્રણ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી રહ્યા છે ૧૭મીએ લોકડાઉનનો સમય પૂર્ણ થઇ રહ્યો હોવાથી વડાપ્રધાન તમામ મુખ્યમંત્રીઓ પાસેથી માહિતી લેશે અને લોકડાઉન વધારો કે કેમ તે અંગેની ચર્ચા કર્યા બાદ કોઇ ઠોસ નિર્ણય લેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x