આરોગ્યગાંધીનગર

ગાંધીનગરના કયા કયા વિસ્તારને કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરાયો. જાણો વિગતો

ગાંધીનગર :

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સેકટર-૩/બી, ૫/સી, ૭/સી તથા ચ – રોડને સમાંતર સર્વિસ રોડને સ્પર્શતા સેન્ટ્રલ વિસ્ટા બગીચાથી શરૂ કરીને પંચાયત પરિષદ ભવનના ઓફિસ બિલ્ડીંગ સુધીના સમગ્ર વિસ્તારને કન્ટેન્મેન્ટ એરિયા તરીકે મ્યુનિસિપલ કમિશનર શ્રી ર્ડા. રતનકંવર એચ. ગઢવીચારણએ એક જાહેરનામું બહાર પાડી જાહેર કર્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી ર્ડા. રતનકંવર એચ. ગઢવીચારણે જણાવ્યું છે કે, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં પણ કોવિડ-૧૯ના કેસો નોધાયેલ છે. જે બાબતે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં ગાંધીનગર મહાગનરપાલિકાના સેકટર-૧૭, સેકટર-૩/બી, પ/સી અને ૭/સી ના વિસ્તારમાં નોવેલ કોરોના વાઇરસના પોઝિટીવ કેસ નોંધાયેલ છે. જેથી કોરોના વાઇરસના સંક્રમણના ફેલાવવાની શક્યતાઓ સોશ્યિલ ડિસ્ટન્સીંગ ના અભાવે વધી રહેલ છે.
જેથી મ્યુનિસિપલ કમિશનર શ્રીએ તેમને મળેલી સત્તાને આધારે ચ રોડને સમાંતર સર્વિસ રોડને સ્પર્શતા સેન્ટ્રલ વિસ્ટા બગીચાથી શરૂ કરીને ગુજરાત સાહિત્ય અકાદમી ભવન, ફાયર સ્ટેશન કેમ્પસ, જિલ્લા પંચાયત ભવન અને પંચાયત પરિષદ ભવનના ઓફિસ બિલ્ડીંગ સુધીનો સમગ્ર વિસ્તાર કન્ટેમેન્ટ એરિયા જાહેર કર્યો છે.
તેમજ અંદાજીત ૬૮૮ ધરોમાં રહેતા ૩,૪૪૬ જેટલી વસ્તી ધરાવતા સેકટર-૩/બી, અંદાજીત ૫૦૦ ધરોમાં રહેતા ૨,૨૩૦ જેટલી વસ્તી ધરાવતા સેકટર-૫/સી અને અંદાજીત ૪૦૦ ધરોમાં રહેતા અંદાજીત ૨૫૮૮ જેટલી વસ્તી ધરાવતા સેકટર-૭/સીને કન્ટેમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ જાહેરનામામાં હુકમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અન્યથા અનાદર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેવું પણ જણાવવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x