ગુજરાત

મોરારી બાપુએ મુશ્કેલીના સમયમાં 3 કરોડ રૂપિયાનું કર્યુ દાન

મોરારિબાપુની સુચનાનુસાર અને એમનાં વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૃપિયા ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને પહોંચાડવામાં આવી છે.

માર્ચ માસમાં કોરોના મહામારીની શરુઆતના સમયમાં જ લંડન સ્થિત રમેશભાઈ સચદેવ દ્વારા બાપુની સુચનાનુસાર પ્રધાનમંત્રી ફ્ંડમાં રૃપિયા એક કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. એ પછીથી મહુવા તાલુકાના વંચિત પરિવારો હોય કે રાજસ્થાનના લોક ગાયકો હોય, બાપુ દ્વારા કેશ અને અનાજની કીટ સ્વરૃપે અવિરત સહાય પહોંચી રહી છે.
સાત હજારથી પણ વધુ કીટ લોકો સુધી પહોંચાડવામાં આવી છે. એ ઉપરાંત કોરોના મહામારીને નાથવાના કાર્યમાં લાગેલા મેડીકલ, પોલીસ અને સફાઇકર્મીઓ વગેરે માટે રૃપિયા છ લાખની પીપીઈ કીટનું પણ વિતરણ કરવાનું આયોજન થયેલ છે. અલંગમાં અનેક પરપ્રાંતિય મજુરો માટે ભોજન રસોડું શરુ થયું અને એ પ્રમાણે મહુવામાં ભૂખ્યાંને ભોજન સંસ્થાને દોઢ લાખની સહાય મોકલવામાં આવી.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત નિધિને ૨૫ લાખની સહાય મોકલવામાં આવેલ. બનારસ, મુંબઈ અને સુરતની ગણિકા બહેનોને પણ અનાજ અને જીવન જરૃરિયાતની વસ્તુઓની કીટ મોકલવામાં આવી છે.

જયારે જ્યારે આવી વિકટ સ્થિતિ આવી છે ત્યારે મોરારિબાપુની સંવેદના સમાજના તમામ લોકો માટે સમાનભાવે વહી છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશના અનેક પ્રાંતોમાં રૃપિયા ત્રણ કરોડ જેટલી આર્થિક અને ચીજ વસ્તુની સહાય પહોંચાડવામાં આવી રહી છે.

વિશાખાપટ્ટનમના ૧૧ મૃતકોના પરિવારજનોને રૃા.૧-૧ લાખની સહાય
વિશાખાપટ્ટનમ નજીકના ગામે ગેસ ગળતરથી મૃત્યુ પામેલા ૧૧ લોકોના પરિવારજનોને પ્રત્યેકને રૃપિયા એક લાખ એમ કુલ ૧૧ લાખની સહાય પહોંચતી કરવામાં આવી રહી છે. મધ્ય પ્રદેશના ૧૬ કમભાગી લોકો કે જેમને રેલ્વે ટ્રેક પર કચડાઈ જવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોને પણ પ્રત્યેકને પાંચ-પાંચ હજારની સહાયતા રાશી પહોંચતી કરવામાં આવી રહી છે.

વિશ્વના અનેક દેશોમાં બાપુની રામકથાના શ્રોતાઓ છે જેઓ પોતાના દેશમાં જ જરૃરિયાતમંદ લોકોને સહાયભૂત બને તેવું માર્ગદર્શન બાપુએ આપ્યું છે જે રકમ ત્રણ કરોડથી પણ વધુ થવા જાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x