રાજ્યમાં આર્થિક ક્ષેત્રના પુનઃનિર્માણ માટે કમિટીની રચના કરાઈ
ગાંધીનગરઃ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસની સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક પુનઃનિર્માણ પગલા અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. મુખ્યમંત્રીએ આ સમિતિના અધ્યક્ષપદે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની નિમૂણંક કરી છે.૬ સભ્યોની આ સમિતીમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે. વિજય રૂપાણીએ આ સમિતીમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદિપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસનની નિયુકતી કરી છે.