ગુજરાત

માવા-મસાલાના બંધાણીઓને ઝટકો! ગોંડલમાં 3 ગુણી સોપારી સાથે બે સગાભાઈ ઝડપાયા, કાળા બજારીઓમાં ફફડાટ

રાજકોટ :

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન પાર્ટ-4 આવી રહ્યું છે, ત્યારે છાના-માના સોપારી-તમાકુનો જથ્થો સંગ્રહ કરવા કેટલાક કાળા બજારિયાઓએ કમર કસી હોય, તેમ રાજકોટ જિલ્લાના ગોંડલની આશાપુરા ચોકડી પાસે પોલીસે ત્રણ ગુણી સોપારીના જથ્થા સાથે ધુડશીયાના બે સગા ભાઈઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરતા કાળા બજારીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર આશાપુરા ચોકડી પાસે ફરજ બજાવતા પી.એસ.આઇ એન.વી હરિયાણી, રામવિજયસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજા ને પુરપાટ ઝડપે દોડીને આવી ઊભી રહેલ ઇકો કાર GJ03JR5490 ઉપર શંકા જતા તેની તલાસી લેતા તેમાંથી હાલના સંજોગોમાં મહામૂલી બનેલી સોપારીની ત્રણ ગુણી મળી આવી હતી.

પોલીસે અમરીશ ગિરધરભાઈ ભુવા રહે ધુળસીયા તાલુકો ગોંડલ અને તેનો ભાઈ અમિતની ધરપકડ કરી રૂ. 288720નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પાન-મસાલામાં મુખ્ય ઉપયોગમાં આવતી સોપારી સામાન્ય પરિસ્થિતિમાં બજારમાં આશરે રૂ 300 રૂપિયા કિલો મુજબ મળતી હોય લોકડાઉનના કારણે આજે કિલોનો ભાવ રૂ. 1000થી પણ વધુ બોલાઈ રહ્યો છે, એક સોપારી ગુણમાં 65 કિલો સોપારી આવતી હોય છે તો આ જથ્થાની વર્તમાન કિંમત 2 લાખ જેવી ગણી શકાય. હાલ પોલીસે બંને ભાઈઓને પકડાતા ગોંડલ પોલીસને મોટી સફળતા મળવા પામી છે, પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x