સુરતમાં કોરોનાનો કહેર શહેરમાં ત્રણ ચેકપોસ્ટ પરથી પ્રવેશ મળશે, આવનાર દરેક વ્યક્તિને ક્વૉરન્ટાઇન કરાશે
સુરત :
સુરત શહેરમાં કોરોના છેલ્લાં ૨૪ કલાકમાં શહેરમાં વધુ 22 અને જિલ્લામાં એક કોરોનાના પોઝિટિવ દરદીઓ નોધાયા છે. આ સાથે જ શહેરમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ દરદીઓની સંખ્યા વધીમે 949 થઇ ગઇ છે જયારે સુરત જિલ્લાના કેસો એક હજારની પાર પહોચી ગયા છે. આ સ્થિતિને જોતા જ તંત્ર દ્વારા આજે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓમાંથી ફક્ત ત્રણ રસ્તા જ ખુલ્લા રહેશે બાકીના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. હવે શહેરમાં શહેરમાં પ્રવેશવા કામરેજ કડોદરા અને પલસાણા માત્ર આ ત્રણ રસ્તા જ ખુલ્લા રહેશે.બાકીના તમામ રસ્તા બંધ કરાશે. આ ત્રણ રસ્તા પર ચેકપોસ્ટ ઉભી કરી ચેકીંગ કરીને જ પ્રવેશ અપાશે, પ્રેવશ કરનાર તમામને હોમ કોરોન્ટાઇન કરાશે
સુરત શહેર અને જિલ્લાના કુલ પોઝેટીવ કેસોની સંખ્યા 1007 પર પહોચી છે. કતારગામ ઝોનમાં સૌથી વધુ 7 કેસો આજે નોધાયા છે. કો-મોર્બિડ કંડીશન ધરાવતાં વધુ ત્રણ કોરોનાગ્રસ્ત દરદીઓની આજે સારવાર દરમિયાન મોત નીપજી છે. શહેરમાં કુલ મૃતાંક વધીને 41 થઇ ગયો છે. શહેરમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ 5.7 ટકા જ્યારે મૃત્યુદર 4.4 ટકા હાલ રહ્યા છે.
મનપા કમિશનર પાનીએ જણાવ્યું કે, શહેરમાં કુલ 16516 સેમ્પલોના ટેસ્ટિંગ કરાયા છે. જે પૈકી હોસ્પિટલ સેમ્પલોના ટેસ્ટિંગમાં 242 અને કોમ્યુનિટી સેમ્પલોના ટેસ્ટિંગમાં 707 પોઝિટિવ કેસો નોધાયા છે. એક્ટિવ સર્વેલન્સની 1587 ટીમોમાં ‘એરી’ના 82 કેસો, 40 ફિવર ક્લિનિકોમાં 92 કેસો, જેમિની એપ દ્વારા 300 ‘એરી’ના કેસો સામે આવ્યા છે. પોઝિટિવ દરદીઓના કોન્ટેક્ટ્સ ટ્રેસિંગ માટે 209 ટીમો દ્વારા 250થી વધુ ‘એરી’ના કેસો સામે આવ્યા છે.