આરોગ્યગાંધીનગરગુજરાત

લોકડાઉન વિદાય તરફ ? ૩પ હજારની કિંમતનું ઇન્જેશન કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે અપાય છે : નીતિન પટેલ

અમદાવાદ :

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં નોકરી, વેપાર-ધંધા અંગે પણ વાત કરી હતી અને શ્રમિકોને વતન મોકલવાને બદલે વળી પાછા કામ ધંધે વળગાળવાના સંકેતો આપ્યા હતા. ડેપ્યુટી સી.એમ. વાતથી એવો ગણગણાટ ઉઠ્યો છે કે, લોકડાઉન 4.0 નહીં આવે અથવા ઘણું હળવું થઇ જશે. કેન્દ્રની ગાઈડલાઇન મુજબ રાજય સરકાર લોકડાઉનમાં છુટછાટ પે તેવી સંભાવના છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં ઉમેર્યુ હતુ કે, નર્મદા-સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલનું કામ શરૂ કરાયું છે. માર્ગ મકાન વિભાગના બંધ કામ શરૂ કરાયા છે. શ્રમિકોને પાછા કામમાં જોડવા તે કપરું કામ હતું. હાલમાં 300 થી વધુ કામ ચાલુ છે અને બીજા વિભાગના કામ પણ ચાલુ કરાયા છે. બધાને રોજગારી મળે તેવા અમારા પ્રયાસ છે. કામો મંજૂર થયા છે તે ઝડપથી પૂર્ણ કરાશે. સરખેજથી ગાંધીનગર સુધીનો રસ્તો સિકસલેન બની રહ્યો છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ થશે.બ્રિજના કારણે ટ્રાફિક હળવો બનશે. સાણંદ પાસે પણ ઓવરબ્રિજ બની રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, દર્દીઓને વિના મૂલ્યે સારવાર અપાઈ રહી છે. એક ઈન્જેકશનની કિંમત 35 હજાર રૂપિયા છે. દર્દીઓને ટોસિલિજૂમબનું ઈન્જેકશન અપાઈ રહ્યુ છે. મુંબઈમાં ટોસિલિજૂમબનું ઈન્જેકશન કારગત નીવડ્યું છે. દર્દીઓને મફતમાં આ ઈન્જેકશન અપાઈ રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x