આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ અમદાવાદના અસારવામાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું
અમદાવાદ :
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતિ જયંતી રવિએ અમદાવાદના અસારવા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને આરોગ્યનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોકોને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો પૂછીને તેમની જાત માહિતી મેળવવામાં આવી રહી છે. જરૂર જણાય તેવા કિસ્સાઓમાં તેમને હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. અગ્ર સચિવ ડૉ. શ્રીમતી જયંતી રવિએ પણ કેટલાક ઘરોની મુલાકાત લઈને નાગરિકોને શું કાળજી લેવી તેની સમજણ આપી હતી. ઘરમાં વડીલોની વધુ સંભાળ રાખવા તેમણે સૂચનો કર્યા હતા, અને સૌને માસ્ક પહેરવાની તાકીદ કરી હતી.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થઈ રહેલા ડોર ટુ ડોર સર્વેલન્સનું મોનીટરીંગ કરીને તેમણે આ કામગીરીને વધારે સુંદર અને અસરકારક બનાવવા કેટલાક સુચનો કર્યા હતા.