ગાંધીનગરગુજરાત

ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો અપાવવા ગુજરાત સરકારના પ્રયાસ : અશ્વિનીકુમાર

ગાંધીનગર, :

રાજયના મુખ્યમંત્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે આજની તાજી પરિસ્થિતિ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં ખેતી કરતા ખેડૂતોનો માલ કોટન કોર્પોરેશન ખરીદે અને સારો ભાવ મળે તે માટે યોગ્ય અને ઝડપથી કાર્યવાહી કરાવવા કેન્દ્ર સરકારને રજુઆત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે અત્યારે ખેડૂતો કપાસનો માલ સીસીઆઇ દ્વારા ખરીદવામાં આવે જેથી સારો અને પોષણક્ષમ ભાવ મળે એવા પ્રયત્નો કર્યા છે. ગઇકાલે ભારત સરકારે જે જાહેરાત કરી છે તે મુજબ બાબત જોઇએ તો કરોડો લોકોને રોજગારી આપવા એમ. એસ. એમ. ઇ. પેકેજની ભારત સરકારની આ જાહેરાતને મુખ્યમંત્રીએ બીરદાવી છે. વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે ગઇકાલે ૧૩ મે મધ્યરાત્રી સુધીમાં ૩૦ર ટ્રેનો દોડાવવામાં આવી હતી. આમ ૩ લાખ ૯પ હજાર શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. યુ. પી. માટે સૌથી વધારે ર૦૪ ટ્રેનો રવાના કરવામાં આવી છે. આમ અલગ અલગ ટ્રેનો દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવશે આજે ૪૭ ટ્રેનો દ્વારા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે આજની પરિસ્થિતિ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આજે જે ટ્રેનો રવાના થાય છે તેમાં ૧૬૦૦ જેટલા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવશે. આજે મોડી રાત સુધીમાં કુલ ૪ લાખ ૭૦ હજાર જેટલા શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવશે. રાજય સરકારે કલેકટરોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ વ્યવસ્થા ખૂબજ સારી અને સરળતાથી થાય તેવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવેલ છે. રાજય સરકાર પોતાના પ્રયત્નો કરી રહી રહી છે. સમગ્ર દેશમાં ગુજરાત આ બાબતે વ્યવસ્થામાં પ્રથમ છે તેનો અમને આનંદ છે. રાજયના કાર્ડ ધારકાને પુરતા પ્રમાણમાં રેશન મળી રહે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા કોઇ ખામી રાખવામાં નહિ આવે. પરપ્રાંતિયો દ્વારા રાજયમાં ધંધા રોજગારમાં પુરતા પ્રમાણમાંં બેશન મળ્યું છે. આ લોકો દ્વારા રાજયના ઉદ્યોગના વિકાસમાં પુરતો સહકાર મળ્યો છે. આ લોકો પોતાના વતન જવા માંગતા હોય તો તે તેમનો અધિકાર છે. અને તેને ન્યાય આપવાનો પુરતો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યોે છે. તેમણે જીવન જરૂરી ચીજવસ્તુઓના નાગરીક પુરવઠા વિભાગ દ્વારા જે વસ્તુઓની ખરીદી કરવામાં આવી છે. તેની હાલની સ્થિતિએ અંદાજે રૂ. ર૦ કરોડની થાય છે. ગુજકો માસોલ દ્વારા પણ આવી ખરીદી કરવામાં આવે છ.ે જેની કિંમત અંદાજે ૧૭ કરોડની થાય છ.ે રાજયના ખેડુતોને પુરતા પ્રમાણમાં ભાવ મળે તેવું આયોજન છે રાજયના ૧૯૭ માકેર્ટ યાર્ડ ચાલુ કરવામાં આવ્યા છે. આ માર્કેટ યાર્ડ દ્વારા ખેડુતોના ઉત્પાદનને યોગ્ય પ્રાધ્યાન્ય મળે તેવા પ્રયાસો કર્યા છ.ે૧પ એપ્રિલથી આ કામગીરી ચાલુ કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x