ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં ૨૮૭ પૈકી ૧૭૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ, સરકારને આવકનો સ્ત્રોત ફરી શરૂ થયો.

ગાંધીનગર :

રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના સમયમાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં મિલકતના દસ્તાવેજને લગતી કામગીરી શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે. અમુક જિલ્લાઓમાં હજુ સ્થાનિક પરિસ્થિતિને કારણે દસ્તાવેજ પ્રક્રિયા શરૂ થઈ શકી નથી. રાજ્યમાં આવેલી ૨૮૭ સબ રજીસ્ટ્રાર કચેરીઓ પૈકી ૧૭૨ કચેરીઓમાં દસ્તાવેજની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. જેમાં સરકારને નોંધપાત્ર આવક થઈ છે અને અરજદારોનું દસ્તાવેજનુ કામ થઈ શકયુ છે. તા. ૨૪ એપ્રિલથી ૧૩ મે સુધીમાં રાજ્યમાં ૧૩૯૭ દસ્તાવેજો થયા છે. જેમાં નોંધણી ફી તરીકે સરકારને રૂ. ૬૦,૦૯,૨૦૪ અને સ્ટેમ્પ ડયુટી તરીકે રૂ. ૩,૫૨,૩૪,૫૧૪ની આવક થઈ છે. બન્નેનો સરવાળો ૪,૧૨,૪૩,૭૧૮ થાય છે. જેમા પ્રથમ દિવસે તા. ૨૪મી એ માત્ર ૬ દસ્તાવેજો નોંધાયેલ. તા. ૧૧મીએ ૧૯૩, ૧૨મીએ ૨૬૫ અને ગઈકાલે તા. ૧૩મીએ ૩૮૯ દસ્તાવેજો થયેલ. દસ્તાવેજોનું પ્રમાણ ઉતરોત્તર વધતુ જાય છે. તા. ૧૭મી પછી લોકડાઉનની સ્થિતિ જોઈને બાકીની સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખોલવા બાબતે સરકાર વિચાર કરશે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ગ્રામ્ય વિસ્તારની ૯૪, નગરપાલિકા વિસ્તારની ૭૫ અને મહાનગરપાલિકાની ૩ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમો સાથે દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા ચાલુ છે. ઓનલાઈન એપોઈન્ટમેન્ટ અને ઓનલાઈન પેમેન્ટ ફરજીયાત છે. નોંધ-નકલ ફીની ગણતરી બાબતે કોઈ પ્રશ્ન હોય તો સ્થાનિક નોંધણી નિરીક્ષક અથવા સબ રજીસ્ટ્રારનો સંપર્ક સાધી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x