એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસ ની જરૂર નથી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે આજે રાજ્ય સરકારે લોકડાઉન 4માં રાજયના કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત કરી હતી અને કન્ટેનમેન્ટ ઝોનમાંથી બીજા ઝોનમાં તેમજ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસ અંગે પણ મોટી જાહેરાત કરી હતી. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે આજે રાજ્ય સરકારે લોકડાઉન 4 માં રાજયના કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત કરી હતી અને કન્ટેનમેન્ટ ઝોનમાંથી બીજા ઝોનમાં જઈ શકશે નહીં તેમજ કન્ટેનમેન્ટ ઝોન સિવાયના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસ અંગે પણ મોટી જાહેરાત કરી હતી આવા વિસ્તારોમાં જવા માટેે કોઈ પાસ ની જરૂર નહિ પડે પરંતુ સાંજે 07:00 વાગ્યા થી સવારે 07:00 વાગ્યા સુધી કરફ્યુ ની સ્થિતિમાં અવર જવર કરી શકાશે નહીં.